અમે એકત્રિત કરેલી માહિતીની ત્રણ મૂળભૂત શ્રેણીઓ છે:
માહિતી જે તમે પ્રદાન કરશો.
માહિતી જે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમને મળે છે.
માહિતી જે અમે ત્રીજા પક્ષ પાસેથી મેળવીએ છીએ.
આ પૈકીની દરેક શ્રેણી વિશે અહીં થોડી વધારે વિગતો.
તમે પ્રદાન કરો છો તે માહિતી
જ્યારે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, ત્યારે અમે તમારી દ્વારા અમને પૂરી પાડવામાં આવેલ માહિતીને એકત્ર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી ઘણી સેવાઓ માટે તમારે એકાઉન્ટ સ્થાપિત કરવાની જરૂર છે, તેના માટે અમને તમારા વિશે અમુક મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાની જરૂર પડશે, જેમ કે તમારું નામ, વાપરનારનું નામ, પાસવર્ડ, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર અને જન્મ તારીખ. અમે તમને અમૂક વધારા ની માહિતીઓ પૂરી પાડવા માટે પણ કહી શકીએ છીએ જે અમારી સેવાઓ પર સાર્વજનિક રૂપથી દૃશ્ય હશે, જેમ કે એક પ્રોફાઇલ ફોટો અથવા Bitmoji અવતાર. અને જો તમે અમારા વાણિજ્ય ઉત્પાદનોનો ઉપયોગ કંઈક ખરીદવા માટે કરી રહ્યાં છો, જેમ કે તે નવીનતમ સ્નીકર, તો અમે તમારી ચુકવણી માહિતી, જેમ કે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર અને સંબંધિત એકાઉન્ટ માહિતી માટે પૂછી શકીએ છીએ.
અલબત્ત, તમે અમારી સેવાઓ, જેમ કે Snaps અને ચૅટ્સ, My AI સાથેની વાતચીત, સ્પૉટલાઇટ સબમિશન, જાહેર પ્રોફાઇલ માહિતી, યાદગીરીઓ અને વધુ જેવી જે પણ માહિતી મોકલો છો તે પણ તમે અમને પ્રદાન કરશો. યાદ રાખો કે વપરાશકર્તાઓ કે જે તમારા Snaps, ચૅટ્સ અને અન્ય કોઈ સામગ્રી જોવે છે તે હંમેશા તે સામગ્રીને સાચવી શકે છે અથવા ઍૅપની બહાર તેને કૉપી કરી શકે છે. તેથી, ઇન્ટરનેટ પર લાગુ પડે છે તે સામાન્ય અર્થમાં અમારી સેવાઓ પર પણ લાગુ પડે છે: સંદેશા મોકલશો નહીં અથવા તમે નથી ઇચ્છતા કે કોઈ સાચવે અથવા શેર કરે તેવી સામગ્રી શેર કરશો નહીં.
જ્યારે તમે સહાયતાનો સંપર્ક કરો છો અથવા અમારી સાથે અન્ય કોઈ પણ પ્રકારે સંવાદ કરો છો, ત્યારે તમે સ્વૈચ્છાએ આપો તેવી કોઈ પણ માહિતી અથવા તમારા પ્રશ્નના નિરાકરણ માટે અમને ઉપયોગમાં લાગતી કોઈ પણ જરૂરી માહિતી અમે એકત્ર કરીશું.
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમને મળતી માહિતી
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે કઈ સેવાઓનો ઉપયોગ કરો છો અને કેવી રીતે કરો છો તેની માહિતી અમે એકત્ર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે જાણી શકીએ છીએ કે તમે કોઈ ચોક્કસ સ્ટોરી જોઈ, સ્પૉટલાઇટ પર બિલાડીના વિડિયો જોયા, ચોક્કસ સમયગાળા માટે ચોક્કસ જાહેરાત જોઈ, Snap નકશાની શોધખોળ કરી અને થોડા Snap મોકલ્યા. જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે જે માહિતી એકત્ર કરીએ છીએ તેનો સંપૂર્ણ ખુલાસો અહીં આપવામાં આવ્યો છે:
વપરાશ માહિતી. અમે અમારી સેવાઓ મારફતે તમારી પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ મુજબ માહિતી એકત્ર કરી શકીએ છીએ:
તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, જેમ કે તમે કયા ફિલ્ટર્સ અથવા લેન્સ જુઓ છો અથવા Snaps પર લાગુ કરો છો, તમે કઈ સ્ટોરી જુઓ છો, તમે સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં, My AI સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓ અથવા તમે કઈ શોધ ક્વેરી સબમિટ કરો છો.
તમે અન્ય Snapchat ના ઉપયોગકર્તાઓ સાથે કેવી રીતે સંવાદ કરો છો, જેમ કે તેમનાં નામો, તમારા સંવાદોના સમય અને તારીખ, તમે તમારા મિત્રો સાથે આદાનપ્રદાન કરેલા સંદેશાઓની સંખ્યા, તમે સૌથી વધારે કયા મિત્રો સાથે સંદેશાઓની આપલે કરો છો અને સંદેશાઓ સાથેના તમારા આદાનપ્રદાન (જેમ કે તમે સંદેશો ક્યારે ખોલો છો અથવા અમે શોધી કાઢીએ કે તમે સ્ક્રીનશોટ લો છો).
સામગ્રી માહિતી. જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે કૅમેરા અથવા સર્જનાત્મક સાધનો સાથે જોડાઈ શકો છો અને સ્ટોરી, Snaps અને વધુ સહિત વિવિધ પ્રકારની સામગ્રી બનાવી અને શેર કરી શકો છો. અમે અમારી સેવાઓ પર તમે બનાવો છો અથવા પ્રદાન કરો છો તે સામગ્રી અને કૅમેરા અને સર્જનાત્મક સાધનો સાથે તમારા જોડાણ વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ. ચોક્કસ સામગ્રી માટે, આમાં છબી, વીડિયો અને ઑડિયોની સામગ્રી પર આધારિત માહિતી શામેલ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો તમે બાસ્કેટબોલ રમતા તમારા સ્પૉટલાઇટ Snap પોસ્ટ કરો છો, તો અમે તમને બાસ્કેટબોલ વિશેના અન્ય સ્પૉટલાઇટ Snap બતાવી શકીએ છીએ. અમે સામગ્રી વિશેની અન્ય માહિતી, જેમાં મેટાડેટાનો સમાવેશ થાય છે — જે સામગ્રી વિશેની માહિતી છે જેમ કે તે પોસ્ટ કરવામાં આવેલ તારીખ અને સમય અને કોણે તેને જોયો, તે પણ એકત્રિત કરી શકીએ છીએ.
ડિવાઇસ માહિતી તમે જે ડિવાઇસ ઉપયોગ કરો છો અથવા જેમાંથી અમારી સેવા ઉપયોગમાં લો છો તેમાંથી માહિતી ભેગી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે એકત્રિત કરી શકીએ છીએ:
તમારા હાર્ડવેર અને સોફ્ટવેર વિશેની માહિતી, જેમ કે હાર્ડવેર મોડલ, ઑપરેટિંગ સિસ્ટમ વર્ઝન, ડિવાઇસ મૅમરી, જાહેરાત ઓળખકર્તા, અનન્ય એપ્લિકેશન ઓળખકર્તા, ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ, અનન્ય ડિવાઇસ ઓળખકર્તા, ડિવાઇસ વપરાશ ડેટા, બ્રાઉઝરનો પ્રકાર, ઇન્સ્ટૉલ કરેલા કિ-બૉર્ડ ભાષા, બેટરીનું સ્તર, અને ટાઇમ ઝોન;
ડિવાઇસ સેન્સરમાંથી માહિતી ભેગી કરીએ છીએ, જેમ કે ઍક્સેલરોમીટર, ગાયરોસ્કૉપ, કમ્પાસ, માઇક્રોફોનમાંથી મળતી માહિતી અને તમે હેડફોન જોડેલા છે કે નહીં; અને
તમારાં વાયરલેસ અને મોબાઇલ નેટવર્ક જોડાણો વિશેની માહિતી, જેમ કે મોબાઇલ ફોન નંબર, સર્વિસ પ્રોવાઇડર, IP ઍડ્રેસ, અને સિગ્નલની મજબૂતાઈ.
ડિવાઇસ ફોનબુક. કારણ કે અમારી સેવાઓ મિત્રો સાથે વાતચીત કરવા વિશે છે, અમે — તમારી પરવાનગીથી — તમારા ઉપકરણની ફોનબુકમાંથી માહિતી, જેમ કે તમારા સંપર્કો અને સંબંધિત માહિતી એકત્રિત કરી શકીએ છીએ.
કૅમેેરા, ફોટો, અને ઓડિયો. અમારી ઘણી સેવાઓ માટે અમને તમારા ડિવાઇસના કૅમેરા, ફોટા અને માઇક્રોફોનમાંથી તસવીરો અને અન્ય માહિતી એકત્રિત કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, અમે તમારા કૅમેેરા અથવા ફોટોને એક્સેસ ન કરી શકીએ ત્યાં સુધી તમે Snaps મોકલી શકશો નહીં અથવા તમારા કૅમેેરા રોલમાંથી ફોટા અપલોડ કરી શકશો નહીં.
લોકેશન માહિતી. તમે અમારી સેવાનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારી લોકેશન અંગે માહિતી એકત્ર કરી શકીએ છે. તમારી પરવાનગી સાથે, અમે તમારા ચોક્કસ લોકેશન વિશેની માહિતી પણ એકત્રિત કરી શકીએ છીએ જેમાં GPS સિગ્નલ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
કૂકીઝ અને અન્ય ટેકનૉલૉજીસ દ્વારા એકત્રિત માહિતી. મોટા ભાગની ઓનલાઇન સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશન્સની જેમ, અમે તમારી પ્રવૃત્તિ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશે માહિતી એકઠી કરવા માટે વેબ બીકન્સ, વેબ સ્ટોરેજ અને અનન્ય જાહેરાત ઓળખકર્તા જેવી કૂકીઝ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે અમારા ભાગીદાર મારફતે આપવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે પણ અમે માહિતી એકઠી કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે જાહેરાત અને વાણિજ્ય સુવિધાઓ. ઉદાહરણ તરીકે, અમે તમને વધુ સંલગ્ન જાહેરાતો બતાવવા માટે બીજી વેબસાઇટ્સ પર એકઠી કરવામાં આવેલી માહિતોનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટા ભાગના વેબ બ્રાઉઝરને આપોઆપ કૂકીઝ સ્વીકારવા માટે સેટ કરવામાં આવ્યા હોય છે. જો તમે ઇચ્છો તો, તમે સામાન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસના સેટિંગ્સ મારફતે બ્રાઉઝર કૂકીઝને કાઢી શકો છો અથવા નકારી શકો છો. જોકે, એ ધ્યાનમાં રાખો કે કૂકીઝને દૂર કરવાથી અથવા નકારવાથી અમારી સેવાઓની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. અમે અને આમારા સહયોગીઓ અમારી સેવાઓ અને તમારી પસંદગીઓ પર કૂકીઝનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અમારી કૂકી પોલિસી જુઓ.
લોગ માહિતી. તમે જ્યારે અમારી વેબસાઇટનો ઉપયોગ કરો છો ત્યારે અમે લૉગ માહિતી પણ એકત્ર કરી શકીએ છીએ, જેવી કે:
તમે અમારી સેવાઓનો કેવી રીતે ઉપયોગ કર્યો છે તે વિશેની વિગતો;
ડિવાઇસની માહિતી, જેમ કે તમારા વેબ બ્રાઉઝરનો પ્રકાર અને ભાષા;
કૂકીઝ અથવા અન્ય ટેકનૉલૉજી સાથે સંબંધિત ઓળખકર્તા કે જે તમારા ડિવાઇસ અથવા બ્રાઉઝરની વિશિષ્ટ રીતે ઓળખ કરી શકે છે; અને
અમારી વેબસાઇટ પર આવતાં પહેલાં અને તે પછી તમે જોયેલાં પેજીસ.
અન્ય માહિતી, તમારી પરવાનગી સાથે. એવા કિસ્સાઓ હોઈ શકે છે જ્યારે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો કે જેના માટે અમે વધારાની માહિતી એકત્રિત કરવા માટે તમારી પરવાનગી માંગીશું. ઉદાહરણ તરીકે, જો તમે અમારા મારા માટે નિર્મિત પેનલમાં ભાગ લેવા માંગતા હોવ અથવા એવા અધિકારક્ષેત્રમાં રહેવા માંગતા હોવ કે જ્યાં અમુક ડેટા સંવેદનશીલ માનવામાં આવે છે, તો અમે તમારી પરવાનગી માંગીશું અને સંવેદનશીલ ડેટા સહિત, જો કોઈ હોય તો, અમે કયો ડેટા એકત્રિત કરી રહ્યાં છીએ તે વિશે તમને હેડ્સ અપ આપીશું.
તૃતીય પક્ષો તરફથી અમે એકત્રિત કરીએ છીએ એવી માહિતી
અમે અન્ય વપરાશકર્તાઓ, અમારા સહયોગીઓ, અને તૃતીય પક્ષો તરફથી તમારા વિશે માહિતી એકઠી કરી શકીએ છીએ. અહીં થોડા ઉદાહરણ છે:
જો તમે અન્ય સેવા સાથે તમારા Snapchat અકાઉન્ટને લિંક કરો (જેમ કે Bitmoji અથવા સ્નેપચેટ સિવાયની ઍપ) તો અમે અન્ય સેવાઓ પાસેથી માહિતી મેળવી શકીએ છીએ, જેમ કે તમે તે સેવાનો કેવી રીતે ઉપયોગ કરો છો.
અમે જાહેરાતકર્તાઓ, એપ્લિકેશન વિકાસકર્તાઓ, પ્રકાશકો અને અન્ય તૃતીય પક્ષો પાસેથી માહિતી મેળવી શકીએ છીએ. જાહેરાતોની કામગીરી લક્ષ્યાંકિત કરવા અથવા માપવામાં મદદ કરવા અમે આ માહિતીનો ઉપયોગ અન્ય રીતે કરી શકીએ છીએ. અમારી સહાયતા માટે સાઇટ પર આ પ્રકારના તૃતીય-પક્ષ ડેટાના ઉપયોગ વિશે તમે વધુ જાણી શકો છો.
જો અન્ય વપરાશકર્તા તેમની સંપર્ક યાદી અપલોડ કરે છે તો અમે તમારા વિશે એકત્રિત કરેલી અન્ય માહિતી સાથે તે વપરાશકર્તાની સંપર્ક યાદીમાંથી મળેલી તમારા વિશેની માહિતીને જોડી શકીએ છીએ.
જો તમે અમને તમારી સંપર્ક માહિતી પ્રદાન કરો છો, તો અમે અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર તમારી સાથે વાતચીત કરી શકીએ કે કેમ તે નિર્ધારિત કરવા માટે અમે તે માહિતી અને તૃતીય પક્ષો પાસેથી મેળવેલ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ.
અમે અમારી સેવાની શરતો અને કોમ્યુનિટીના નિયમોના સંભવિત ઉલ્લંઘનકારો વિશે વેબસાઇટ પ્રકાશકો, સામાજિક નેટવર્ક પ્રદાતાઓ, કાયદા અમલીકરણ અને અન્ય સહિત તૃતીય પક્ષો પાસેથી માહિતી મેળવી શકીએ છીએ.