હવે પછીનું: કામગીરીઓ. અમારા પ્રોડક્ટ્સ તમે અમને પૂછેલી કેટલીક માહિતીને શેર કરવા પર કાર્ય કરે છે, જેમ કે એક Snap જે તમે કોઈ મિત્રને મોકલવા માંગતા હો અથવા સ્પૉટલાઇટ પર ઉમેરવા માંગતા હો. વિશિષ્ટ સુવિધાઓ, જેવી કે Snap નકશા, તમારા નકશાનું અન્વેષણ કરવામાં અને મિત્રો સાથે તમારું સ્થાન શેર કરવામાં સહાય માટે તમારા સ્થાન માહિતીનો ઉપયોગ કરી શકે છે. વેબસાઇટ, લેન્સ અને અન્ય સ્નેપચેટ્ટરના મિત્રો સાથે શેર કરવા માટે તમે Snapcodesનો ઉપયોગ પણ કરી શકો છો.
વસ્તુઓ ચાલુ રાખવા માટે, અમે અમારા ઉત્પાદનો અને સુવિધાઓનો ઉપયોગ કરવાની રીતનું નિરીક્ષણ પણ કરીએ છીએ, વલણોનું વિશ્લેષણ કરીએ છીએ અને દરરોજ તેને સુધારવામાં સહાય કરવા તમારા પ્રતિસાદ સાંભળીએ છીએ! ઉદાહરણ તરીકે, અમે વિશ્લેષણ કરી શકીએ કે તમે ઍપમાં કેટલો સમય વીતાવો છો, તમે કયા ફિલ્ટર અથવા લેન્સનો સૌથી વધુ ઉપયોગ કરો છો અને તમને કયું સ્પૉટલાઇટ કોન્ટેન્ટ જોવાનું પસંદ છે. આ અમને આપણા સમુદાયમાં શું ગુંજી રહ્યું છે, તે વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે અને પબ્લિશર્સને એ જાણવા મદદ કરે છે કે કયા કોન્ટેન્ટને લોકો વધુ માણી રહ્યાં છે!
અમારા ઉત્પાદનોને અદ્યતન રાખવામાં સહાય માટે અમે તમારી કેટલીક માહિતીનો ઉપયોગ પણ કરીએ છીએ. એક ટેક્નોલોજી કંપની તરીકે, એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે અમારો કૅમેરા શક્ય તેટલા વિવિધ ઉપકરણોમાં ઉચ્ચ ગુણવત્તાથી રેકોર્ડ કરી શકે. તેથી, જો તમને રજૂઆતના દિવસે કોઈ નવો ફોન મળ્યો હોય, તો અમે તમારા ઉપકરણની કામગીરીનું મૂલ્યાંકન કરી શકીએ છીએ જેથી Snapchatને તેના માટે અનુકૂળ કરી રહ્યાં છીએ તેની ખાતરી થઈ શકે!
એ જ રીતે, જ્યારે અમે ઍપના નવા સંસ્કરણોને પ્રકાશિત કરીએ છીએ, ત્યારે અમને ખાતરી કરવાની જરૂર છે કે તે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમો અને ઉપકરણો પર સારી રીતે કાર્ય કરે છે. દરરોજ એક અબજથી વધુ Snaps બનાવવામાં આવે છે અને શેર કરવામાં આવે છે, તેથી અમે તે બધાને ઝડપથી અને સુરક્ષિત રૂપે પહોંચાડી શકીએ છીએ તેની ખાતરી કરવા માટે અમે Snaps ના પરિમાણને પણ વિશ્લેષણ કરીએ છીએ.