અમારા ગોપનીયતાના સિદ્ધાંતો
Snap પર, અમે તમારી ગોપનીયતાને અગ્રતા આપીએ છીએ. અમે જાણીએ છીએ કે જ્યારે પણ તમે Snapchat અથવા અમારા અન્ય ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે દર વખતે તમારો વિશ્વાસ પ્રાપ્ત થાય છે.
અમે તમારા ખાનગી સંદેશાઓને સંગ્રહિત કરતા નથી અને અમે તમે પોસ્ટ કરેલી દરેક વસ્તુની સમયરેખાને જાહેરમાં દર્શાવતા નથી. Snapchat એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી અને જે વસ્તુઓ તમે શેર કરવા માંગો છો ત્યાં સુધી લોકો તે જોઈ શકે. અમારું માનવું છે કે આનાથી Snapchat કાયમી નોંધની જેમ ઓછું અને મિત્રો સાથેની વાતચીત વધુ લાગે છે.
અમારાં ઉત્પાદો સતત વિકસી રહ્યા હોવા છતાં અમારા ગોપનીયતાના સિદ્ધાંતો બદલાયા નથી:
અમે પ્રામાણિકપણે અને ખુલ્લી રીતે વાતચીત કરીએ છીએ
તમે Snap ની સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમે અમારી સાથે માહિતી શેર કરો છો. તેથી, તે માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે સમજવામાં તમને મદદ કરવાની અમારી જવાબદારી છે. અમારી ગોપનીયતા નીતિ જણાવે છે કે અમે કેવી રીતે માહિતીને ભેગી કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ એને બીજાઓ સાથે શેર કરીએ છીએ — તમે અહીં હાઇલાઇટ્સ વાંચી શકો છો. જો તમને એ જાણવાની જિજ્ઞાસા હોય, કોઈ ખાસ સુવિધા તમારો ડેટા કેવી રીતે વાપરે છે, તો પ્રોડક્ટ બાય પ્રાઇવસી વધુ સારી રીતે વિગતોને દર્શાવે છે. અમે એ પણ સમજાવીએ છીએ કે કેવી રીતે સુવિધાઓ અમારી ઍપ્સની અંદર અને અમારી સપોર્ટ સાઇટ પર ડેટાનો ઉપયોગ કરે છે. અલબત્ત, જો તમે હજી પણ તમને જે જોઈએ છે તે શોધી શકતા નથી, તો તમે હંમેશા પૂછી શકો છો!
તમે તમારી જાતને કેવી રીતે વ્યક્ત કરવી તે પસંદ કરો
અમે માનીએ છીએ કે આત્મ-અભિવ્યક્તિને સશક્ત બનાવવા માટે ગોપનીયતા આવશ્યક છે. એટલા માટે તમે કોની સાથે વસ્તુઓ શેર કરો છો, તમે તેને કેવી રીતે શેર કરો છો અને Snapchatters અને જો તમે પસંદ કરો છો, તો જનતા દ્વારા તે કેટલા સમય સુધી જોઈ શકાય છે તેના નિયંત્રણમાં છો. તમે નક્કી કરો કે તમારી સ્ટોરી કોણ જોઈ શકે છે, કયા મિત્રો તમારા Bitmoji ને Snap Map પર જોઈ શકે છે અને મિત્રો સાથેના તમારા Snaps કેટલા સમય સુધી રહે છે. તમે વસ્તુઓ ફક્ત તમારી અને મિત્રની વચ્ચે રાખી શકો છો અથવા આખી દુનિયા સાથે તમારી એ ક્ષણ શેર કરી શકો છો! વધુ જાણો.
અમે ગોપનીયતાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરીએ છીએ
નવી સુવિધાઓ સઘન ગોપનીયતા સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થાય છે — અમે વસ્તુઓ વિશે વાત કરીએ છીએ, અમે તેના પર ચર્ચા કરીએ છીએ અને અમે એવા ઉત્પાદનો અને સેવાઓ બનાવવા માટે સખત મહેનત કરીએ છીએ જેનો અમને ગર્વ છે અને અમે તેનો ઉપયોગ કરવા માંગીએ છીએ. છેવટે, અમે દરરોજ આ ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, કામ પર અને અમારા અંગત જીવનમાં. અમે તમારી માહિતીનું તે જ કાળજી સાથે સંચાલન કરીએ છીએ જે અમે અમારા માટે, અમારી કંપની, અમારા પરિવાર અને અમારા મિત્રો માટે અપેક્ષા રાખીએ છીએ.
તમે તમારી માહિતીને નિયંત્રિત કરો છો
તમારી પાસે તમારી માહિતીને નિયંત્રિત કરવાનો અધિકાર છે. એટલા માટે અમે તમારી માહિતીને ઍક્સેસ કરવા અને અપડેટ કરવાની સરળ રીતો પૂરી પાડીએ છીએ, તમે અમારી સાથે અને અન્ય લોકો સાથે કેટલી માહિતી શેર કરો છો તેને સમાયોજિત કરો અને વિનંતી કરો કે અમે તમારી માહિતી — અથવા તમારું એકાઉન્ટ એકસાથે કાઢી નાખીએ. તમે અમારી ઍપ્સમાં જ તમારી મોટાભાગની ગોપનીયતા સેટિંગ્સને નિયંત્રિત કરી શકો છો. તમે લોગ ઇન પણ કરી શકો છો અને તમારી Snapchat માહિતી અહીં ડાઉનલોડ કરી શકો છો. તમારા ડેટા વિશે તમારા કોઈ ખાસ પ્રશ્ન હોય, તો વિના સંકોચે અમારો સંપર્ક કરો!
કાઢી નાખવું એ અમારું ડિફૉલ્ટ છે
Snapchat નો ઉદ્દેશ્ય મિત્રો સાથે વ્યક્તિગત રીતે હેંગ આઉટ કરવાની લાગણીને કેપ્ચર કરવાનો છે — તેથી જ અમારી સિસ્ટમ્સ અમારા સર્વરમાંથી મિત્રો સાથેના Snaps અને Chats ને એકવાર જોયા પછી અથવા સમાપ્ત થઈ ગયા પછી તેને કાઢી નાખવા માટે બનાવવામાં આવી છે (તમારી સેટિંગ્સના આધારે). મિત્ર સાથેની Snap અથવા Chat કાઢી નાખ્યા પછી, તે મુખ્યત્વે મૂળભૂત વિગતો (આપણે આને "મેટાડેટા" કહીએ છીએ) અમે જોઈ શકીશું — જેમ કે તે ક્યારે મોકલવામાં આવી હતી અને કોને મોકલવામાં આવી હતી. અલબત્ત, તમે હંમેશા તમારી Memories માં Snaps સાચવવાનું પસંદ કરી શકો છો. વધુ જાણો.
અમે તમારી વાતચીતો અને તમે My AI સાથે શેર કરેલી સામગ્રીનું થોડી અલગ રીતે વર્તીએ છીએ — જ્યાં સુધી તમે અમને તેને કાઢી નાખવા અથવા તમારું એકાઉન્ટ કાઢી નાખવાનું કહો નહીં ત્યાં સુધી અમે તેને જાળવી રાખીએ છીએ.
તે ધ્યાનમાં રાખવું અગત્યનું છે કે અન્ય Snapchatters હંમેશા સ્ક્રીનશૉટ લઈ શકે છે અથવા તૃતીય-પક્ષ ઍપનો ઉપયોગ કરીને વસ્તુઓ સાચવી શકે છે. દિવસના અંતે, તમને ખરેખર વિશ્વાસ હોય તેવા લોકો સાથે માત્ર જાણવાની જરૂરિયાતની સામગ્રી જ શેર કરવી શ્રેષ્ઠ છે — જેમ તમે વાસ્તવિક જીવનમાં કરશો!
Snapping નો આનંદ લો!