સલામતીની ચિંતા બાબતે જાણ કરો
જો તમે ક્યારેય પજવણી, ગુંડાગીરી અથવા અન્ય કોઈ સલામતીની ચિંતા અનુભવતા હોવ, તો તમે હંમેશાં અમને તેની જાણ કરી શકો છો. સાથે મળીને આપણે Snapchatને એક સુરક્ષિત સ્થાન અને મજબૂત સમુદાય બનાવી શકીએ છીએ. જાણ કરવાની ખોટી માન્યતાઓે સંબંધી ખુલાસા જોવા માટે અમારા જાણ કરવાના સલામતી સ્નેપશૉટ એપિસોડને જુઓ!
Snapchat પર સ્ટોરીને રિપોર્ટ કરવા, વાંધાજનક Snap ઉપર પ્રેસ કરી તેને હોલ્ડ કરો અને 'રિપોર્ટ Snap' પર ટૅપ કરો, જેથી અમને તેના વિશે જાણ થાય.
અન્ય કોઈએ મોકલેલા Snap ને રિપોર્ટ કરવા, વાંધાજનક સ્નેપ ઉપર પ્રેસ કરીને હોલ્ડ કરી રાખો અને 'રિપોર્ટ' પર ટૅપ કરો, જેથી અમને તેના વિશે જાણ થાય.
Snapchat એકાઉન્ટને રિપોર્ટ કરવા માટે સ્નેપચેટ્ટરના નામની ઉપર તેને દબાવો અને પકડી રાખો તથા 'વધુ' વિકલ્પ (અથવા ⚙ બટન પર દબાવો) એકાઉન્ટ વિશે જાણ કરવા માટે ‘રિપોર્ટ’ ને ટેપ કરો અને અમને શું થયું છે તેના વિશે અમને જણાવો.
તમારા કમ્પ્યુટરથી વેબ પર સ્ટોરીને રિપોર્ટ કરવા માટે, વીડિયો પરના ⋮ બટન પર ક્લિક કરો, પછી ‘રિપોર્ટ’ ક્લિક કરો. તમારા ફોન અથવા ટેબ્લેટ પરથી વેબ પર સ્ટોરીને રિપોર્ટ કરવા માટે, માટે વીડિયો પરના ⋮ બટનને ટેપ કરો અને અમને શું બન્યું છે, તેના વિશે અમને જણાવો.
Discover પર કંઇક છુપાવવા માટે, ફક્ત Discover સ્ક્રીન પર ટાઇલ પર પ્રેસ કરો અને હોલ્ડ કરો, પછી ‘Hide’ અથવા અનસબ્સ્ક્રાઇબ પર ટેપ કરો. તમારે તમારી શોધ સ્ક્રીન પર તેના જેવા ઓછા Snap જોવાનું શરૂ કરવું જોઈએ.
નોંધ: જો તમે એપ્લિકેશનમાં સલામતીની ચિંતાની જાણ કરવામાં અસમર્થ હો, તો Snapchat સપોર્ટ સાઇટ પર તમને જે પણ મુશ્કેલી પડતી હોય તેના વિશે જાણ કરી શકો છો. રિપોર્ટિંગ વિશેની સર્વસમાવેશક માર્ગદર્શિકા માટે, ડાઉનલોડ કરો Snapchat રિપોર્ટિંગ માટેની ઝડપી-માર્ગદર્શિકા!