બ્રાઝિલ ગોપનિયતા સૂચના
અમલ: સપ્ટેમ્બર 30, 2021
અમે આ સૂચના ખાસ તો બ્રાઝિલના વપરાશકર્તાઓ માટે તૈયાર કરી છે. બ્રાઝિલના કાયદાઓ હેઠળ બ્રાઝિલના વપરાશકર્તાઓને અમુક ગોપનિયતા અધિકારો મળેલા છે, જેમાં Lei Geral de Proteção de Dados Pessoais (LGPD)નો પણ સમાવેશ થાય છે. અમારા ગોપનીયતાના જે સિધ્ધાંતો અને ગોપનીયતા નિયંત્રણો કે જે અમે બધા વપરાશકર્તાઓને આપીએ છીએ તે આ કાયદાઓ સાથે સુસંગત છે—આ નોટિસ ખાતરી કરે છે કે અમે બ્રાઝિલને અનુલક્ષીને જરૂરીયાતોને આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ તેમના ડેટાની નકલની વિનંતી કરી શકે છે, તેને કાઢી નાખવાની વિનંતી કરી શકે છે અને એપ્લિકેશનમાં તેમના પ્રાઇવસી સેટિંગ્સને નિયંત્રિત કરી શકે છે. પૂર્ણ માહિતી માટે, અમારી પ્રાઇવસી પોલિસી તપાસો.