અમે એકત્રિત કરેલી માહિતીની ત્રણ મૂળભૂત શ્રેણીઓ છે:
માહિતી જે તમે પ્રદાન કરશો.
માહિતી જે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમને મળે છે.
માહિતી જે અમે ત્રીજા પક્ષ પાસેથી મેળવીએ છીએ.
આ પૈકીની દરેક શ્રેણી વિશે અહીં થોડી વધારે વિગતો.
તમે પ્રદાન કરો છો તે માહિતી
જ્યારે તમે અમારી સેવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, ત્યારે અમે તમારી દ્વારા અમને પૂરી પાડવામાં આવેલ માહિતીને એકત્ર કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમારી ઘણી સેવાઓ માટે તમારે એકાઉન્ટ સ્થાપિત કરવાની જરૂર છે, જેથી અમને તમારા વિશે અમુક મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાની જરૂર પડી શકે છે, જેમ કે તમારું નામ, વાપરનારનું નામ, પાસવર્ડ, ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર અને જન્મ તારીખ. અમે તમને અમૂક વધારા ની માહિતીઓ પૂરી પાડવા માટે પણ કહી શકીએ છીએ જે અમારી સેવાઓ પર સાર્વજનિક રૂપથી દૃશ્ય હશે, જેમ કે એક પ્રોફાઇલ ફોટો અથવા Bitmoji અવતાર. કેટલીક સેવાઓ જેમ કે વાણિજ્ય ઉત્પાદનો, જેવા હોય, તો તમને અમને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર અને તેની સાથે સંકળાયેલ એકાઉન્ટ સંબંધિત માહિતી પૂરી પાડવાની જરૂર પડી શકે છે.
અવશ્ય, તમે અમારી સેવાઓના માધ્યમથી મોકલેલી બધી માહિતીઓ, જેમ કે Snaps અને ચૅટ્સ વગેરે પણ અમને પૂરી પાડશો. યાદ રાખો કે વપરાશકર્તાઓ કે જે તમારા Snaps, ચેટ્સ અને અન્ય કોઈ સામગ્રી જોવે છે તે હંમેશા તે સામગ્રીને સાચવી શકે છે, અથવા ઍૅપની બહાર તેને કૉપી કરી શકે છે. તેથી, ઇન્ટરનેટ પર લાગુ પડે છે તે સામાન્ય અર્થમાં અમારી સેવાઓ પર પણ લાગુ પડે છે: સંદેશાઓ મોકલશો નહીં અથવા તમે નથી ઇચ્છતા કે કોઈ સાચવે અથવા શેર કરે તેવી સામગ્રી શેર કરશો નહીં.
જ્યારે તમે ગ્રાહક સહાયતાનો સંપર્ક કરો છો અથવા અમારી સાથે અન્ય કોઈ પણ પ્રકારે સંવાદ કરો છો, ત્યારે તમે સ્વૈચ્છાએ આપો તેવી કોઈ પણ માહિતી અથવા તમારા પ્રશ્નના નિરાકરણ માટે અમને ઉપયોગમાં લાગતી કોઈ પણ જરૂરી માહિતી અમે એકત્ર કરીશું.
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો ત્યારે અમને મળતી માહિતી
જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે કઈ સેવાઓનો ઉપયોગ કરો છો અને કેવી રીતે કરો છો તેની માહિતી અમે એકત્ર કરીએ છીએ. દાખલા તરીકે, અમને જાણ હોઈ શકે છે કે તમે એક ચોક્કસ સ્ટોરી જોઈ, અમુક ચોક્કસ સમયગાળા માટે એક ચોક્કસ જાહેરાત જોઈ અને કેટલાક Snaps મોકલ્યા. જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે જે માહિતી એકત્ર કરીએ છીએ તેનો સંપૂર્ણ ખુલાસો અહીં આપવામાં આવ્યો છે:
વપરાશ માહિતી. અમે અમારી સેવાઓ મારફતે તમારી પ્રવૃત્તિ વિશે માહિતી એકઠી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે આ મુજબ માહિતી એકત્ર કરી શકીએ છીએ:
તમે અમારી સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો, જેમ કે તમે કયા ફિલ્ટર્સ અથવા લેન્સ જુઓ છો અથવા Snaps પર લાગુ કરો છો, ડિસ્કવર પર તમે કઈ સ્ટોરી જુઓ છો, તમે સ્પેક્ટેકલ્સનો ઉપયોગ કરી રહ્યાં છો કે નહીં અથવા તમે કઈ શોધ ક્વેરી સબમિટ કરો છો.
તમે અન્ય Snapchat ના ઉપયોગકર્તાઓ સાથે કેવી રીતે સંવાદ કરો છો, જેમ કે તેમનાં નામો, તમારા સંવાદોના સમય અને તારીખ, તમે તમારા મિત્રો સાથે આદાનપ્રદાન કરેલા સંદેશાઓની સંખ્યા, તમે સૌથી વધારે કયા મિત્રો સાથે સંદેશાઓની આપલે કરો છો અને સંદેશાઓ સાથેના તમારા આદાનપ્રદાન (જેમ કે ક્યારે તમે સંદેશો ખોલો છો અથવા સ્ક્રીનશોટ લો છો).
સામગ્રી માહિતી. અમારી સેવાઓ પર તમે બનાવેલી સામગ્રી એકઠી કરીએ છીએ, જેમ કે કસ્ટમ સ્ટિકર્સ, અને તમે જે સામગ્રી બનાવો છો અથવા પૂરી પાડો છો તેની માહિતી, જેમ કે પ્રાપ્તકર્તાએ સામગ્રી અને મેટાડેટાને જોયા છે કે જે સામગ્રી સાથે પૂરો પાડવામાં આવે છે.
ડિવાઇસ માહિતી તમે જે ડિવાઇસ ઉપયોગ કરો છો અથવા જેમાંથી અમારી સેવા ઉપયોગમાં લો છો તેમાંથી માહિતી ભેગી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે એકત્ર કરીએ છીએઃ
તમારા હાર્ડવેર અને સોફ્ટવેર વિશેની માહિતી, જેમ કે હાર્ડવેર મોડલ, ઑપરેટિંગ સિસ્ટમ વર્ઝન, ડિવાઇસ મૅમરી, જાહેરાત ઓળખકર્તા, અનન્ય એપ્લિકેશન ઓળખકર્તા, ઇન્સ્ટૉલ કરેલી ઍપ્સ, અનન્ય ડિવાઇસ ઓળખકર્તા, ડિવાઇસ વપરાશ ડેટા, બ્રાઉઝરનો પ્રકાર, ઇન્સ્ટૉલ કરેલા કિ-બૉર્ડ ભાષા, બેટરીનું સ્તર, અને ટાઇમ ઝોન;
ડિવાઇસ સેન્સરમાંથી માહિતી ભેગી કરીએ છીએ, જેમ કે ઍક્સેલરોમીટર, ગાયરોસ્કૉપ, કમ્પાસ, માઇક્રોફોનમાંથી મળતી માહિતી અને તમે હેડફોન જોડેલા છે કે નહીં; અને
તમારાં વાયરલેસ અને મોબાઇલ નેટવર્ક જોડાણો વિશેની માહિતી, જેમ કે મોબાઇલ ફોન નંબર, સર્વિસ પ્રોવાઇડર, IP ઍડ્રેસ, અને સિગ્નલની મજબૂતાઈ.
ડિવાઇસ ફોનબુક. અમારી સેવાઓ બધા મિત્રો સાથે વાતચીત વિશે ચર્ચા કરી રહી છે, તેથી અમે - તમારી પરવાનગી સાથે — તમારા ઉપકરણની ફોનબુકમાંથી માહિતી એકત્ર કરી શકીએ છીએ.
કૅમેેરા, ફોટો, અને ઓડિયો. અમારી ઘણી સેવાઓ માટે અમને તમારા ડિવાઇસના કૅમેરા અને ફોટોમાંથી તસવીરો અને અન્ય માહિતી એકઠી કરવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે, અમે તમારા કૅમેેરા અથવા ફોટોને એક્સેસ ન કરી શકીએ ત્યાં સુધી તમે Snaps મોકલી શકશો નહીં અથવા તમારા કૅમેેરા રોલમાંથી ફોટા અપલોડ કરી શકશો નહીં.
લોકેશન માહિતી. તમે અમારી સેવાનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારી લોકેશન અંગે માહિતી એકત્ર કરી શકીએ છે. તમારી પરવાનગી સાથે, અમે GPS, વાયરલેસ નેટવર્ક, સેલ ટાવર્સ, Wi-Fi ઍક્સેસ પોઇન્ટ્સ અને અન્ય સેન્સર્સ જેવા કે ગાયરોસ્કોપ, ઍક્સેલેરોમીટર અને કમ્પાસીસનો ઉપયોગ કરીને તમારી ચોક્કસ લોકેશન વિશે માહિતી એકઠી કરી શકીએ છીએ.
કૂકીઝ અને અન્ય ટેકનૉલૉજી દ્વારા એકત્રિત માહિતી. મોટા ભાગની ઓનલાઇન સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશન્સની જેમ, અમે તમારી પ્રવૃત્તિ, બ્રાઉઝર અને ડિવાઇસ વિશે માહિતી એકઠી કરવા માટે વેબ બીકન્સ, વેબ સ્ટોરેજ અને અનન્ય જાહેરાત ઓળખકર્તા જેવી કૂકીઝ અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે તમે અમારા ભાગીદાર મારફતે આપવામાં આવતી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે પણ અમે માહિતી એકઠી કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે જાહેરાત અને વાણિજ્ય સુવિધાઓ. ઉદાહરણ તરીકે, અમે તમને વધુ સંલગ્ન જાહેરાતો બતાવવા માટે બીજી વેબસાઇટ્સ પર એકઠી કરવામાં આવેલી માહિતોનો ઉપયોગ કરી શકીએ છીએ. મોટા ભાગના વેબ બ્રાઉઝરને આપોઆપ કૂકીઝ સ્વીકારવા માટે સેટ કરવામાં આવ્યા હોય છે. જો તમે ઇચ્છો તો, તમે સામાન્ય રીતે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસના સેટિંગ્સ મારફતે બ્રાઉઝર કૂકીઝને કાઢી શકો છો અથવા નકારી શકો છો. જોકે, એ ધ્યાનમાં રાખો કે કૂકીઝને દૂર કરવાથી અથવા નકારવાથી અમારી સેવાઓની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. અમે અને આમારા સહયોગીઓ અમારી સેવાઓ અને તમારી પસંદગીઓ પર કૂકીઝનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તે વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને અમારી કૂકી પોલિસી જુઓ.
લોગ માહિતી. તમે જ્યારે અમારી વેબસાઇટનો ઉપયોગ કરો છો ત્યારે અમે લૉગ માહિતી પણ એકત્ર કરીએ છીએ, જેવી કે:
તમે અમારી સેવાઓનો કેવી રીતે ઉપયોગ કર્યો છે તે વિશેની વિગતો;
ડિવાઇસની માહિતી, જેમ કે તમારા વેબ બ્રાઉઝરનો પ્રકાર અને ભાષા;
કૂકીઝ અથવા અન્ય ટેકનૉલૉજી સાથે સંબંધિત ઓળખકર્તા કે જે તમારા ડિવાઇસ અથવા બ્રાઉઝરની વિશિષ્ટ રીતે ઓળખ કરી શકે છે; અને
અમારી વેબસાઇટ પર આવતાં પહેલાં અને તે પછી તમે જોયેલાં પેજીસ.
તૃતીય પક્ષો તરફથી અમે એકત્રિત કરીએ છીએ એવી માહિતી
અમે અન્ય વપરાશકર્તાઓ, અમારા સહયોગીઓ, અને તૃતીય પક્ષો તરફથી તમારા વિશે માહિતી એકઠી કરી શકીએ છીએ. અહીં થોડા ઉદાહરણ છે:
જો તમે અન્ય સેવા સાથે તમારા Snapchat અકાઉન્ટને લિંક કરો (જેમ કે Bitmoji અથવા સ્નેપચેટ સિવાયની ઍપ) તો અમે અન્ય સેવાઓ પાસેથી માહિતી મેળવી શકીએ છીએ, જેમ કે તમે તે સેવાનો કેવી રીતે ઉપયોગ કરો છો.
જાહેરાતકર્તાઓ, એપ્લિકેશન વિકાસકર્તાઓ, પ્રકાશકો અને અન્ય તૃતીય પક્ષો પણ અમારી સાથે માહિતી શેર કરી શકે છે. જાહેરાતોની કામગીરી લક્ષ્યાંકિત કરવા અથવા માપવામાં મદદ કરવા અમે આ માહિતીનો ઉપયોગ અન્ય રીતે કરી શકીએ છીએ. અમારા સહાયતા કેન્દ્ર માં આ પ્રકારના તૃતીય-પક્ષ ડેટાના ઉપયોગ વિશે તમે વધુ શીખી શકો છો.
જો અન્ય વપરાશકર્તા તેમની સંપર્ક યાદી અપલોડ કરે છે તો અમે તમારા વિશે એકત્રિત કરેલી અન્ય માહિતી સાથે તે વપરાશકર્તાની સંપર્ક યાદીમાંથી મળેલી માહિતીને જોડી શકીએ છીએ.