સમુદાયના નિયમો

હેરાનગતિ અને પજવણી

કોમ્યુનિટીના નિયમો સમજાવનાર સિરીઝ

અપડેટ કર્યું: જાન્યુઆરી 2023

ઓવરવ્યૂ

ગુંડાગીરી અને હેરાનગતિને Snapchat ઉપર કોઈ જ સ્થાન નથી. આ પ્રકારના નુકસાનના ઘણા સ્વરૂપો હોઈ શકે છે, તેથી અમે આ જોખમો સામે લડવા વપરાશકર્તાઓ સાથે ઉત્પાદન સુરક્ષા અને સંસાધનો સાથે અમારા નીતિ અભિગમને સંયુક્ત બનાવી છે જેથી આ જોખમોને ગતિશીલ અને બહુમુખી રીતે પડકારી શકાય.

એક બેઝલાઇન તરીકે, અમારી નીતિઓ અમારા સમુદાયના તમામ સભ્યોને ખોટા અર્થ કરવા, ધિક્કાર અથવા ભેદભાવ ભર્યા વિષયવસ્તુ અને તેને આગળ લઈ જનારી બાબતોથી રક્ષણ કરીએ છીએ. લોકોની વ્યક્તિગત માહિતી અથવા સ્નેપસને તેમની જાણકારી અથવા સંમતિ વગર શેર કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ નીતિઓને સતતાપણે લાગુ કરવા ઉપરાંત અમે અમારા ઉત્પાદનની ડિઝાઈનનો ઉપયોગ કરીએ છીએ કે જે નુકશાનકારક વર્તણૂક કે જે આ નિયમોનો ભંગ કરે છે તેને મર્યાદિત કરવામાં મદદ કરે. આમાં સામેલ છે ડિફોલ્ટ સેટીંગ કે જેને માટે જરૂરી છે કે બંન્ને મિત્રો એકબીજાને સંદેશ મોકલી શકે તે પહેલાં તેમના વચ્ચેના જોડાણને તેઓ સ્વીકારે, અને વપરાશકર્તાઓને જાણ કરે કે જયારે કોઈ ખાનગી સ્નેપ, સંદેશ અને પ્રોફાઈલનો સ્ક્રીન શૉટ લેવામાં આવે છે ત્યારે.

અમારા અહીં તમારા માટે ફીચર દ્વારા, અમે વપરાશકર્તાઓને સુનિશ્ચિત થવા માટે મદદ કરીએ છીએ કે તેમની પાસે ઇન-એપ સંશાધનો અને માહિતી છે કે જેથી મશ્કરી અને હેરાનગતિને ઓળખવામાં અને પડકારવામાં તેમને મદદ મળી શકે. અમે એ સુનિશ્ચિત કરવા માટે સાધનો પણ પૂરા પાડીએ છીએ કે જેથી સ્નેપચેટ ઉપર જો કોઈ ઉલ્લંઘન થતી વર્તણૂક હોય તો તેને સરળતાથી જાણ કરી શકાય.

  • અમે કોઈ પણ જાતની પજવણી અથવા હેરાનગતિને પ્રતિબંધિત કરીએ છીએ. આ પ્રતિબંધ તમામ પ્રકારની જાતીય સતાવણી કે જેમાં જાતીય દુર્વ્યવહાર અથવા નગ્ન છબીઓ બીજા વપરાશકર્તાઓને મોકલવાનો સમાવેશ થાય છે ત્યાં સુધી લંબાયેલી છે. જો કોઇ વ્યક્તિ તમને બ્લૉક કરે તો, તમે અન્ય અકાઉન્ટ દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશો નહીં.

  • કોઇ અન્ય વ્યક્તિની જાણ બહાર અને તેમની સંમતિ વગર તેમની ખાનગી માહિતી અને ખાનગી જગ્યાઓ - જેમ કે બાથરૂમ, બેડરૂમ, લોકર રૂમ અથવા તબીબી સુવિધા - પરના Snap શેર કરવાની મંજૂરી નથી.

  • જો કોઈ વ્યક્તિ તમારા Snapમાં હોય અને તમને તે કાઢવાની વિનંતી કરે તો કૃપા કરીને તેમ કરો! અન્ય લોકોના ગોપનીયતા અધિકારોનો આદર કરો.

તમારે શું અપેક્ષા રાખવી જોઈએ

હેરાનગતિ અને હિંસક નીતિઓના ઉલ્લંઘનમાં કોઈ પણ બિનજરૂરી વર્તન શામેલ છે કે જે સામાન્ય વ્યક્તિને ભાવનાત્મક સંકટનો અનુભવ કરવા માટે જવાબદાર છે. આમાં અન્ય વપરાશકર્તાઓને માટે મૌખિક દુરુપયોગ, ધમકાવવું અથવા સારાં પમાડવું સામેલ છે, અને ઝંખવાણા પાડવા અથવા અપમાનિત કરવાના ઉદેશ્ય સાથેની કોઈ પણ વર્તણૂક પણ સામેલ છે.

આ નિયમો તમામ પ્રકારની જાતીય સતાવણીને પણ પ્રતિબંધીત કરે છે. આમાં સામેલ છે બિનજરૂરી પ્રગતિઓ કરવી, ગ્રાફિક અને બિનઉપયોગી સામગ્રી શેર કરવી, અથવા અન્ય વપરાશકર્તાઓને ધિક્કારજનક વિનંતી અથવા આમંત્રણો મોકલવા. અમે નોન-કન્સેન્સયુઅલ ઈન્ટીમેટ ઈમેજરી (NCII) શેર કરવા બદલ શૂન્ય સહિષ્ણુતા ધરાવીએ છીએ -જેમાં જાતીય ફોટા અથવા વિડિઓઝ કે જેને પરવાનગી વગર લેવામાં આવ્યા છે અથવા શેર કરવામાં આવ્યા છે, તેમજ "રીવેન્જ પોર્ન" અથવા વર્તણૂક કે જે તેમની સંમતિ વગર વ્યક્તિઓની ખાનગી છબીઓ અથવા વિડિયોને શેર કરવા, દૂરપયોગ કરવો કે જાહેર કરવાની વર્તણૂક અથવા જોખમ હોય.

આ નિયમો વપરાશકર્તાઓને માટે જરૂર છે કે તેઓ એકબીજાની વ્યક્તિગત ગોપનીયતાનો આદર કરે. આ નીતિઓના ઉલ્લંઘનને ટાળવા માટે, વપરાશકર્તાઓએ તેમની પરવાનગી વિના લોકોના ફોટા અથવા વીડિયો લેવા જોઈએ નહીં, અને અન્ય લોકો વિશેની ખાનગી માહિતી શેર કરવાનું ટાળવું જોઈએ, જેમ કે તેમના ઘરનું સરનામું, જન્મની તારીખ, ફોન નંબર વગેરે. જો કોઈ તમને તેમના વિશેની તસવીર અથવા માહિતી દૂર કરવાનું કહે, તો કૃપા કરીને તેમ કરો!

આ નિયમોના ઉલ્લંઘન વિષે વપરાશકર્તાઓને અનુભવ થાય કે તેવું જોવા મળે તો તેની જાણ કરવા માટે અમે તેમણે ઉતેજન આપીએ છીએ. અમારી મધ્યસ્થતા ટીમોનું લક્ષ્ય એ છે કે દરેક વપરાશકર્તા Snapchat નો ઉપયોગ કરીને સુરક્ષિત અને આરામદાયક અનુભવ કરે અને ખરાબ વર્તણૂક વિષે જાણ કરવા દ્વારા તે લક્ષ્યને આગળ ધપાવવામાં વપરાશકર્તા અમારી મદદ કરી શકે છે.

લઈ જવું

અમારો ધ્યેય એ છે કે એક સુરક્ષિત સમુદાય કે જ્યાં સ્નેપચેટર્સને પોતાની જાતને વ્યક્ત કરી શકે અને અમે કોઈપણ પ્રકારની હેરાનગતિ અને મશ્કરી ચલાવી લેતા નથી. મશ્કરી અને હેરાનગતિ ઘણા સ્વરૂપોમાં આવતી હોય છે અને અમારો અભિગમ એ છે કે અમારા વપરાશકર્તાઓ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે તેમનો કેવો અહેસાસ થાય છે તે વિષે સભાન રહેવું.

મહેરબાની કરીને લોકોની ગરિમા અને ગોપનીયતાનું ધ્યાન રાખો - જો તેમને તે અનુકૂળ લાગતું નથી તો તેમની સરહદોને માંન આપો; જો તેઓ તમને તેઓનાં વિષેની સામગ્રીને દૂર કરવા વિષે જણાવે તો મહેરબાની કરીને તેમ કરો; અને સામાન્યપણે લોકોની છબીઓ અથવા તેમના વિષેની માહિતીને તેમની પરવાનગી સિવાય શેર કરવાથી સામાન્યપણે અળગા રહો. જો તમને ક્યારેય પણ અનુકૂળ લાગતું નથી તો અમને જાણ કરવામાં કયારે ખચકાશો નહીં અને બીજા વપરાશકર્તાને બ્લોક કરી દો-- આ લક્ષણને તમારી સલામતી માટે આપવામાં આવ્યું છે.

અમે નુકશાનકારક સામગ્રી અથવા વર્તણૂકને પડકારવાની અમારી ક્ષમતાને સુધારવા માટે અમારી પોલીસીની કાર્યવંતતાની ક્ષમતા માટે સતતાપણે પ્રતિબધ્ધ છીએ. જયારે વપરાશકર્તા અહેવાલો અમને અમારા અભિગમો જાણવામાં મદદ કરે છે, ત્યારે અમે સમગ્ર સુરક્ષા સમુદાયના વિવિધ આગેવાનો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે જેથી અમે આ ઉદ્દેશો પ્રત્યે જવાબદાર રીતે આગળ વધી રહ્યા છીએ. અમારા સલામતી પ્રયત્નો વિષે વધુ માહિતી માટે, કૃપા કરીને values.snap.com/news ની મુલાકાત લો.

આગળ:

ધમકીઓ, હિંસા અને નુકસાન

Read Next