તુર્કી ગોપનીયતા નોટિસ
અમલી: જાન્યુઆરી 13, 2022
અમે તુર્કીના વપરાશકર્તાઓ માટે આ નોટિસ ખાસ કરીને બનાવી છે. તુર્કીના વપરાશકર્તાઓ તુર્કીના કાયદા હેઠળ સ્પષ્ટ કરેલ પ્રાઇવસી અધિકારો ધરાવે છે. અમારા ગોપનીયતાના સિદ્ધાંતો અને પ્રાઇવસી નિયંત્રણો જે અમે તમામ વપરાશકર્તાઓને ઓફર કરીએ છીએ તે આ કાયદાઓ સાથે સુસંગત છે-આ નોટિસ સુનિશ્ચિત કરે છે કે અમે તુર્કી-વિશિષ્ટ જરૂરિયાતોને આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ તેમના ડેટાની નકલની વિનંતી કરી શકે છે, તેને કાઢી નાખવાની વિનંતી કરી શકે છે અને એપ્લિકેશનમાં તેમના પ્રાઇવસી સેટિંગ્સને નિયંત્રિત કરી શકે છે. પૂર્ણ માહિતી માટે, અમારી ગોપનિયતા નીતિ તપાસો.
ડેટા નિયંત્રક
જો તમે તુર્કીમાં વપરાશકર્તા છો, તો તમારે જાણવું જોઈએ કે Snap Inc., 3000 31st Street, Santa Monica, California 90405 પર સ્થિત છે, તે તમારી વ્યક્તિગત માહિતી માટે નિયંત્રક છે.
વ્યક્તિગત માહિતી એકત્રિત કરવામાં આવી
કૃપા કરીને પ્રાઇવસી પોલિસી વિભાગ અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ તે વિભાગનો સંદર્ભ લો.
વ્યક્તિગત માહિતીને સંભાળવાનો હેતુ
કૃપા કરીને પ્રાઇવસી પોલિસીના અમે કેવી રીતે માહિતીનો ઉપયોગ કરીએ છીએ વિભાગનો સંદર્ભ લો.
તમારા અધિકારો
અમે ઇચ્છીએ છીએ કે તમારી માહિતી ઉપર તમારું નિયંત્રણ રહે, આથી તમારી વ્યક્તિગત માહિતી માટે અમે તમને અનેક અધિકારો આપીએ છીએ. કૃપા કરીને અમારી પ્રાઇવસી પોલિસીમાં તમારી માહિતી ઉપર નિયંત્રણ વિભાગનો સંદર્ભ લો.
આંતરરાષ્ટ્રીય ડેટા સ્થાનાંતરણો
અમારી સેવાઓ તમને આપવા માટે, તમે જ્યાં રહો ત્યાંથી તમારી વ્યક્તિગત માહિતીને એકઠી કરીને સંગ્રહ તથા પ્રોસેસ કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ તથા અન્ય દેશોમાં તેનું સ્થાનાંતર કરી શકીએ છીએ. જ્યારે પણ તમે જ્યાં રહો છો, તેની બહાર અમે માહિતી જણાવીએએ છીએ, ત્યારે એ વાતને સુનિશ્ચિત કરીએ છીએ કે સ્થળાંતર સમયે સ્થાનિક કાયદા મુજબ તમારી વ્યક્તિગત માહિતી પૂરતી રીતે સુરક્ષિત હોય.
જે દેશમાં તમારી વ્યક્તિગત માહિતીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે: યુનાઇટેડ સ્ટેટ્સ
સ્થળાંતરની તારીખ અને પદ્ધતિ: સંગ્રહ તથા પ્રોસેસિંગ માટે સ્થળાંતર પ્રસ્તુતિકરણ
સ્થળાંતરિત કરાયેલી વ્યક્તિગત માહિતી: કૃપા કરીને પ્રાઇવસી પોલિસીના અમે જે માહિતી એકત્રિત કરીએ છીએ વિભાગનો સંદર્ભ લો
વ્યક્તિગત માહિતીની જાળવણી: કૃપા કરીને પ્રાઇવસી પોલિસીના અમે તમારી માહિતી કેટલા સમય સુધી સાચવીએ છીએ વિભાગનો સંદર્ભ લો.
પ્રતિનિધિ
Snap Inc. એ ડેટા રજિસ્ટ્રાર Danışmanlık Hizmetleri Anonim Şirketiની તુર્કી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી છે. તમે પ્રતિનિધિનો આ જગ્યાએ સંપર્ક કરી શકો છો:
ડેટા રજીસ્ટ્રાર ડેનિસમાનલિક હિજમેટલેરી એનોનીમ સરકેટી માસલાક માહલેસી એસકી બાયુકડેરી કાદેશીજ પ્લાજા ગિજ એપાર્ટમેંટ નં: 9/78 સરિયાર/ ઇસ્તંબુલ 34485 snapchat@data-registrar.com