logoSnap Values

New Research Shows Australian Parents Worry Under-16 Ban Won’t Make Teens Safer

ડિસેમ્બર 2025માં, 16 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ દ્વારા Snapchat સહિત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ચોક્કસ સેટને ઍક્સેસ કરવા પર પ્રતિબંધ મૂકનાર ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો. 

સોશિયલ મીડિયા લઘુત્તમ વય કાયદામાં મેસેજિંગ પ્લેટફોર્મને બાકાત રાખવામાં આવ્યા છે અને અમારો ઉપયોગ મુખ્યત્વે સંદેશાવ્યવહાર પ્લેટફોર્મ તરીકે થતો હોવાથી, અમે માનતા નથી કે Snapchat આવા પ્રતિબંધોને આધીન હોવું જોઈએ.  તેમ છતાં, અમે 450,000 થી વધુ ઓસ્ટ્રેલિયન Snapchat એકાઉન્ટ્સને લૉક અથવા અક્ષમ કરીને કાયદાનું પાલન કર્યું છે.  અમે દરરોજ વધારાના એકાઉન્ટ દૂર કરવા માટે નિરીક્ષણ કરતા રહીએ છીએ અને આ કાયદા દ્વારા સૂચવવામાં આવેલ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયન ઇસેફ્ટી કમિશનર સાથે કામ કરીએ છીએ. 

હવે સવાલ એ છે કે શું આ પ્રતિબંધ ઓસ્ટ્રેલિયન કિશોરોને વધુ સલામત બનાવશે અથવા વ્યવહારમાં તેમની સુખાકારીમાં સુધારો કરશે?

અમે વિશ્વભરના માતાપિતા અને નીતિ ઘડવૈયાઓને સમાન ધ્યેય અપનાવ્યું છે — કિશોરોને ઓનલાઇન સલામત રાખવા — ત્યારે અમે ખાતરી કરવા માંગીએ છીએ કે કંપની તરીકે અમે લીધેલાં પગલાં અને યુવાનોને સુરક્ષિત કરવા માટે સરકારોએ કરેલી પસંદગીઓની ઇચ્છિત અસર થઈ રહી છે. 

ઓસ્ટ્રેલિયાનો પ્રતિબંધ આ તબક્કે કિશોરો અને માતાપિતાના જીવન પર કેવી રીતે અસર કરી રહ્યો છે તે વિશે વધુ જાણવા માટે, અમે પ્રતિબંધો અમલમાં આવ્યાના લગભગ દસ અઠવાડિયા પછી, કિશોરો (13-17 વર્ષ)ના 500 ઓસ્ટ્રેલિયન માતાપિતાનું સર્વેક્ષણ કરવાનું કામ YouGovને સોંપ્યું હતું. સંશોધનનું તારણ અહીં આપ્યું છે:

  • માતાપિતાને સૌથી મોટી ચિંતા એ છે કે તેમના કિશોર વયના બાળકો ઓછી સલામત જગ્યાઓએ જઈ રહ્યા છે. 5માંથી 4 કરતાં વધુ માતાપિતા તેમના કિશોર વયના બાળકો નિરીક્ષણ કરવાનું વધુ મુશ્કેલ હોય તેવા પ્લેટફોર્મ પર જવા બાબતે ચિંતિત છે. 20% કહે છે કે આ સ્થળાંતર પહેલેથી જ થઈ ચૂક્યું છે, અને તે માતાપિતામાં, 60% ચિંતિત છે કે નવા પ્લેટફોર્મ વધુ જોખમો પેદા કરી શકે છે. તે માતાપિતામાં અડધાથી ઓછા (47%) તે નવા પ્લેટફોર્મ પર પૂરતા પેરેંટલ નિયંત્રણો હોવાનું માને છે. માતાપિતાના કહેવા અનુસાર કિશોરો જે સૌથી સામાન્ય વિકલ્પો તરફ વળ્યા છે, તેમાં WhatsApp (65%), Messenger (49%), Discord (34%) અને Roblox (32%) સમાવિષ્ટ છે — આ એવા પ્લેટફોર્મ છે જેને પ્રતિબંધ દ્વારા આવરી લેવામાં આવ્યા નથી (જેના કારણો સાથે અમે સંમત નથી).

  • માતાપિતા સવાલ કરે છે કે પ્રતિબંધ યોગ્ય પ્લેટફોર્મને લક્ષ્યમાં રાખે છે કે નહીં. 77% માતાપિતા જાણે છે કે પ્રતિબંધો કેટલાક પ્લેટફોર્મ પર લાગુ થાય છે પરંતુ અન્ય પર નહીં. તે જૂથમાંથી, 42% પ્રતિબંધિત અને અપ્રતિબંધિત પ્લેટફોર્મ, બંનેને કિશોરો માટે સમાન રીતે હાનિકારક હોવા તરીકે જુએ છે, અને અન્ય 9% માને છે કે અપ્રતિબંધિત પ્લેટફોર્મ ખરેખર વધુ હાનિકારક હોઈ શકે છે.

  • માતાપિતા સૈદ્ધાંતિક રીતે પ્રતિબંધોને ટેકો આપે છે, પરંતુ તે વ્યવહારમાં કામ કરી રહ્યા હોવા બાબતે તેમને શંકા છે. 73% ઓસ્ટ્રેલિયન માતાપિતા 16 વર્ષથી ઓછી ઉંમરના માટેના પ્રતિબંધોને ટેકો આપે છે, પરંતુ ફક્ત 11% કહે છે કે નીતિ "ચોક્કસપણે" તેના ઇચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરે છે અને ફક્ત 13% ખૂબ વિશ્વાસ ધરાવે છે કે પ્રતિબંધો ખરેખર લાગુ કરી શકાય છે. અડધાથી વધુ લોકો અમલીકરણમાં ખૂબ જ ઓછો વિશ્વાસ હોવાનું કે પછી બિલકુલ વિશ્વાસ ન હોવાનું વ્યક્ત કરે છે.

  • માતાપિતાને કાયદાની કાર્યસાધકતામાં વિશ્વાસ નથી અને અમલીકરણમાં ઊણપો જુએ છે. 70% માને છે કે પ્રતિબંધોમાંથી છટકવું સરળ છે, અને 5માંથી લગભગ 4 લોકોને ચિંતા છે કે તે માતાપિતાને સલામતીની એવી ખોટી અનુભૂતિ કરાવે છે કે તેમના બાળકો ઓનલાઇન ખરેખર હોય તેવા કરતાં વધુ સલામત છે. આ ફક્ત અમૂર્ત ચિંતાઓ નથી: પ્રતિબંધોની કામ કરવાની રીત બાબતે 62% લોકોએ ઓછામાં ઓછી એક નક્કર સમસ્યા નોંધી છે, જેમાં એવા 22%નો સમાવેશ થાય છે જે કહે છે કે તેમના કિશોરોએ પહેલાથી જ પ્રતિબંધિત પ્લેટફોર્મને ઍક્સેસ કરવાના માર્ગો શોધી કાઢ્યા છે. અને ફક્ત માતાપિતા જ આ ચિંતાઓ ઉઠાવતા નથી – 32% ચિંતિત માતાપિતાનું કહેવું છે કે તેમના કિશોર વયના બાળકે પણ તેમની સાથે આ મુદ્દાઓ વિશે ચર્ચા કરી છે. 

સમગ્રપણે આ તારણો એક મુખ્ય બિંદુને પુનઃસ્થાપિત કરે છે: આ સંપૂર્ણ પ્રતિબંધો બેન્ડ-એઇડ ઉકેલો તરીકે કામ કરે તેવું જોખમ છે, જે માતાપિતા માટે સલામતીની ખોટી અનુભૂતિ પેદા કરે છે, જ્યારે તેમના કિશોર વયના બાળકો આ પ્રતિબંધો લાદવાથી તેમણે ગુમાવેલા સમુદાયો તથા યાદોની શોધમાં અન્ય પ્લેટફોર્મ તરફ વળે છે. યુવાનોને ઓનલાઇન સલામત રાખવાના માર્ગ માટે વિચારશીલ, પુરાવા આધારિત અભિગમોની જરૂર છે અને તેના થકી માતાપિતાને તેમના કિશોર વયના બાળકોની સુખાકારી જાળવવામાં મદદ કરતો ટેકો મળવો જોઈએ, તે સંભવિત અનિચ્છનીય પડકારો બની રહેવા ન જોઈએ. 

Snapchat યુવાનોને ખરેખર સુરક્ષિત રાખતી નીતિઓ અને પ્લેટફોર્મ-સ્તરની સલામતી વિકસાવવા માટે વિશ્વભરની સરકારો, માતાપિતા અને સલામતી નિષ્ણાતો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. જેમ જેમ વધુ દેશો ઓનલાઇન સલામતી કાયદાને ધ્યાનમાં લે છે, તેમ અમે આશા રાખીએ છીએ કે આ શરૂઆતના તારણો નીતિ ઘડવૈયાઓને, કિશોર વયના બાળકોને ઓનલાઇન શ્રેષ્ઠ રીતે સુરક્ષિત રાખવાની રીત નક્કી કરતી વખતે, પુરાવાને નજીકથી જોવા અને વાસ્તવિક-વિશ્વના પરિણામોને મહત્ત્વ આપવા પ્રોત્સાહિત કરશે. 

કાર્યપદ્ધતિ

આ સંશોધન Snap દ્વારા કરાવવામાં આવ્યું હતું અને YouGov દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન કિશોર વયના બાળકો (13-17 વર્ષ)ના માતાપિતાના રાષ્ટ્રવ્યાપી n=500 નમૂના પર, 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી, 2026 સુધી ઓનલાઇન ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પરિણામોમાં 95% વિશ્વાસ સ્તરે વત્તા અથવા ઓછા 4.5 ટકાવારી પોઇન્ટની ભૂલનું માર્જિન છે.

સમાચાર પર પાછા