Snapની ડિજિટલ સુખાકારી માટેની પ્રથમ કાઉન્સિલ માટે અરજીઓ આવકાર્ય!
9 જાન્યુઆરી, 2024
Snapની ડિજિટલ સુખાકારી માટેની પ્રથમ કાઉન્સિલ માટે અરજીઓ આવકાર્ય!
9 જાન્યુઆરી, 2024
યુ.એસ.ના કિશોરોને આમંત્રણ! ઑનલાઇન સુરક્ષા સમસ્યાઓ અને ઑનલાઇન જીવન વિશેની તમારી વાત સંભળાવવા માટેની અનન્ય તક આ રહી. આજથી અમલમાં મૂકીને, Snap દ્વારા ડિજિટલ સુખાકારી માટેની અમારી પ્રથમ કાઉન્સિલ માટે અરજીઓનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે, જે 13 થી 16 વર્ષની ઉંમર ધરાવતા યુ.એસ.ના યુવાઓ માટેનો 18-માસનો પાયલટ પ્રોગ્રામ છે.
Gen Z ડિજિટલ રીતે રોકાયેલ છે, વિચક્ષણ છે અને સમૃદ્ધ છે અને Snap ખાતે અમે ઑનલાઇન સમૃદ્ધ બનવા માટેની અને સશક્ત ડિજિટલ સુખાકારી પ્રોત્સાહિત કરવા માટેની તેમની વ્યૂહરચનાઓમાં રૂચિ ધરાવીએ છીએ. સર્જનાત્મકતા વિકસાવવા માટે અને મિત્રો સાથે કનેક્ટ કરવા માટે Snapchatને એક વધુ સુરક્ષિત, વધુ તંદુરસ્ત અને વધુ આનંદપ્રદ સ્થાન બનાવવાનું ચાલુ રાખવા માટે અમે તેમના વિચારો સાંભળવા માટે પણ આતુર છીએ. અમે સ્વીકારીએ છીએ કે ઑનલાઇન રહેવાથી ખૂબ વાસ્તવિક જોખમો ઊભા થઈ શકે છે અને અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે યુવાઓ તે જોખમોને ઘટાડવામાં મદદરૂપ હોય તેવા કૌશલ્યોને સમજે, તેમને ઓળખી શકે અને તે કૌશલ્યોને વિકસાવે. તેથી જ અમે આ હેતુસર કાઉન્સિલનું સંચાલન કરી રહ્યાં છીએ: સમગ્ર દેશના કિશોરો પાસેથી આજના ઑનલાઈન જીવનની સ્થિતિ વિશે તેમજ વધુ હકારાત્મક અને લાભદાયી અનુભવો માટેની તેમની આશાઓ અને આદર્શો અંગે વૈવિધ્યપૂર્ણ દૃષ્ટિકોણો મેળવવા માટે.
માસિક કૉલ્સ, પ્રોજેક્ટ કાર્ય અને અમારા વૈશ્વિક સુરક્ષા સલાહકાર બોર્ડ સાથે જોડાણ એ આ પ્રોગ્રામની વિશેષતા રહેશે. આ પ્રથમ વર્ષમાં, પસંદ કરેલા કાઉન્સિલ સદસ્યોને સાન્ટા મોનિકા, કેલિફોર્નિયામાં સ્થિત Snapના મુખ્યમથક ખાતે બે-દિવસના શિખર સંમેલનમાં આમંત્રિત કરવામાં આવશે તથા બીજા વર્ષમાં, વધુ સાર્વજનિક ઇવેંટ માટેનું અમારું આયોજન છે, જેમાં કાઉન્સિલના સદસ્યો અને તેમના જ્ઞાન અને શિક્ષણનું પ્રદર્શન એક વિશેષતા બની રહેશે.
ડિજિટલ સુખાકારી માટેની અમારી કાઉન્સિલમાંજોડાવા માટે અરજી કરો
યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા 13 થી 16 વર્ષની વયના રસ ધરાવતા કિશોરોએ આ ઑનલાઇન અરજી22મી માર્ચ, શુક્રવારના રોજ કામકાજના કલાકો સમાપ્ત થાય (5:00 સાંજે, પેસિફિક સમય) ત્યાં સુધીમાં ભરીને સબમિટ કરવા જોઈએ.
કેટલીક મૂળભૂત માહિતી ઉપરાંત, આ અરજીમાં સામાજિક મીડિયાના ઉપયોગ અને સામાન્ય ઑનલાઇન જીવન વિશેના તેમજ કાઉન્સિલ અનુભવ માટેની અપેક્ષાઓ તથા એક કંપની તરીકે Snap અને Snapcaht ઍપના વ્યૂઝ તથા તેની સાથેની પરિચિતતા અંગેના પ્રશ્નોના કાં તો નિબંધ પ્રકારના અથવા ટૂંકા વિડિયો પ્રકારના પ્રતિસાદો માંગવામાં આવ્યા છે.
પ્રથમ વર્ષમાં બે-દિવસનું શિખર સંમેલન
અમારી ઇન-હાઉસ સમિતિ દ્વારા અરજીની સમીક્ષા કરવામાં આવે અને પસંદગી કરવામાં આવે, ત્યાર પછી અમે ઉદ્ઘાટન કાઉન્સિલમાં જોડાવા માટે સમગ્ર યુ.એસ.માંથી લગભગ 15 જેટલા યુવા લોકોને આમંત્રિત કરીશું, જે પ્રથમ વર્ષ દરમિયાન અમારી કંપનીના મુખ્ય મથક ખાતે આયોજિત કાઉન્સિલ શિખર સંમેલનમાં હાજરી આપવા માટેની દરેક કાઉન્સિલ સદસ્ય અને પેરેંટ, ગાર્ડિયન કે ચેપરવન માટેની બે-દિવસની ટ્રિપમાં પરિણમશે. હવાઈ મુસાફરીનું ભાડું, આવાસ, ભોજન અને અન્ય મુસાફરી ખર્ચ Snap દ્વારા ચૂકવવામાં આવશે.
શિખર સંમેલનમાં નાના-સમૂહ અને સંપૂર્ણ-કાઉન્સિલ ચર્ચાઓ, વાલીઓ અને ચેપરવન્સ માટે અલગ "પેરેંટ ટ્રૅક", અતિથિ વક્તાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયાત્મક સત્રો, Snapના લીડર્સ સાથે જોડાણ તથા મનોરંજક પ્રવૃત્તિઓ સામેલ હોવાની અપેક્ષા છે. શિખર સંમેલન પછી, અમે આશા રાખીએ છીએ કે કાઉન્સિલના સદસ્યો અને તેમના વયસ્ક પ્રાયોજકો ડિજિટલ સુખાકારી માટે તથા તેમની શાળાઓ અને સમુદાયોમાં Snapchat પર હકારાત્મક જોડાણ માટે એમ્બેસેડર્સ તરીકે કાર્ય કરશે. કાઉન્સિલ અથવા આયોજિત પ્રવૃત્તિઓ વિશેના પ્રશ્નો માટે, platform-safety@snapchat.com પર સંપર્ક કરો.
સામાન્ય ઑનલાઇન સુરક્ષા પ્રત્યેની Snapની પ્રતિબદ્ધતા અને તે ક્ષેત્રમાં તેની કામગીરી વિશે વધુ જાણવા માટે, અમારા ગોપનીયતા અને સુરક્ષા હબની મુલાકાત લો અને યુ.એસ. અને અન્ય પાંચ દેશોમાં ડિજિટલ સુખાકારી અંગેના અમારા નવીનતમ વૈશ્વિક સંશોધન વિશે તપાસ કરવાનું ધ્યાન રાખશો, જે 6ઠ્ઠી ફેબ્રુઆરી, વધુ સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ 2024ના રોજ રિલિઝ કરવામાં આવનાર છે. આ વસંત ઋતુમાં અમે પસંદગીના કાઉન્સિલ સદસ્યો વિશેના સમાચાર શેર કરવા માટે આતુર છીએ!
- Jacqueline Beauchere, પ્લેટફૉર્મ સુરક્ષાના વૈશ્વિક વડા