Snapchat પર સલામતી

Snapchat એ મિત્રો અને પરિવાર સાથે પળો વહેંચવાની એક ઝડપી, મનોરંજક રીત છે. અમારો મોટાભાગનો સમુદાય દરરોજ Snapchat નો ઉપયોગ કરે છે, તેથી તે આશ્ચર્યજનક વાત નથી કે માતાપિતા અને શિક્ષકો નિયમિતપણે અમને સલાહ માટે પૂછે છે. અમે તમારી ચિંતા કરીએ છીએ અને સર્જનાત્મકતા તથા અભિવ્યક્તિ માટે સલામત, મનોરંજક વાતાવરણ પ્રદાન કરવાની ઇચ્છા રાખીએ છીએ.

જાણ કરવી સરળ છે!

ઇન-ઍપ રિપોર્ટિંગ

તમે ઍપની અંદર જ અમને અયોગ્ય કન્ટેન્ટ વિશે સરળતાથી જાણ કરી શકો છો! માત્ર Snap ને દબાવી રાખો, પછી 'Snap ને રિપોર્ટ કરો' બટન દબાવો. શું ચાલી રહ્યું છે તે અમને જણાવો - અમે મદદ કરવા માટે અમારાં શ્રેષ્ઠ પ્રયાસો કરીશું! ઇન-ઍપ અપશબ્દોના રિપોર્ટિંગ વિશે વધુ જાણો અને અમારી Snapchat રિપોર્ટિંગ માટેની ઝડપી-માર્ગદર્શિકાને ડાઉનલોડ કરો.

સલામતી એ સહિયારી જવાબદારી છે

શરૂઆતથી, Snapchat લોકોને તેમના કૅમેરાથી પોતાને વ્યક્ત કરવા માટે સશક્ત બનાવવા વિશે છે. અમે કોઈ એવું સોશિયલ નેટવર્ક બનાવવાની નહોતા ઇચ્છતા જ્યાં તમે તમારા બધા ઓળખીતાઓને આપમેળે મિત્ર બનાવો અથવા જ્યાં તમે સૌથી વધુ લોકપ્રિય શું છે તે જ જુઓ. તેના બદલે, અમે લોકો, પ્રકાશકો અને બ્રાન્ડને તેમની સ્ટોરી - તેમની રીતે કહેવાનું વધુ સરળ બનાવવાની ઇચ્છા રાખતા હતા.
Snapchat, પ્રસારણ માટે નહીં, વ્યક્તિગત સંપર્ક માટે છે.
Snaps ઝડપી અને સરળ સંચાર માટે બનાવવામાં આવે છે, તેથી જ તે આપોઆપ ડિલીટ કરવામાં આવે છે! મિત્રો ફક્ત તે જ વસ્તુઓ જોશે જે તમે તેમને સીધી મોકલો છો અથવા તમારી સ્ટોરી પર સાર્વજનિક રૂપે પોસ્ટ કરવાનું પસંદ કરો છો.
સુરક્ષા ભાગીદારીઓ માટે અભિગમ.
Snap પોતાના સમુયાદની સલામતી અને સુખાકારી માટે ઊંડાણપૂર્વક પ્રતિબદ્ધ છે, અને અમારી ટીમો, ઉત્પાદો, નીતિઓ તથા ભાગીદારીમાં Snapchatters સલામત અને માહિતગાર રહે તે સિદ્ધાંતો સાથે ડિઝાઇન કરીએ છીએ.
કન્ટેન્ટનું નિયમન કરતી અમારી આંતરિક ટીમ પ્લૅટફૉર્મને સલામત રાખવાની દિશામાં પ્રત્યક્ષ રીતે કામ કરે છે, આ સિવાય અમે આ ક્ષેત્રના નિષ્ણાતો અને બિન-સરકારી સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ અને Snapchatter માટે જરૂરી સંસાધનો તથા સહાય પૂરી પાડીએ છીએ.
ટ્રસ્ટેડ ફ્લેગર પ્રોગ્રામ.
અમારો ટ્રસ્ટેડ ફ્લૅગર પ્રોગ્રામ એ બિન-નફાકારક, બિન-સરકારી સંસ્થાઓ, ચુનંદા સરકારી સંસ્થાઓ તથા સેફ્ટી પાર્ટર્નસનો Snapchat સમુદાયને સહયોગ મળે તે રીતે વિકસાવવામાં આવ્યો છે, તેઓ કૉમ્યુનિટી દિશાનિર્દેશોનો ભંગ કરનાર કન્ટેન્ટને રિપોર્ટ કરે છે.
સુરક્ષા સલાહકાર બોર્ડ.
અમારા સલામતી એડવાઇઝરી બોર્ડના સભ્યો Snapchat કૉમ્યુનિટીને કેવી રીતે જાળવી રાખવા તે અંગે તાલીમ આપે છે, પડકાર અને પ્રશ્નો ઉઠાવે છે તથા Snap ને સલાહ આપે છે.
અમારી ભાગીદારી દ્વારા, અમે સંસાધનો બનાવવા માટે સક્ષમ થયા છીએ, જેમ કે અહીં તમારા માટે, સર્ચમાં એક કસ્ટમ વિભાગ જેમાં સ્થાનિકીકૃત સંસાધનો અને વ્યાવસાયિક બિન-લાભકારી સંસ્થાઓની સામગ્રી છે જે લોકો કટોકટીમાં હોવાના સંદર્ભમાં શબ્દો લખે છે ત્યારે બતાવે છે, સલામતી સ્નેપશૉટ, અમારો ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામનો હેતુ Snapchatters ડેટા ગોપનીયતા, સુરક્ષા અને ઑનલાઇન સલામતી જેવા મુદ્દાઓ વિશે શિક્ષિત કરે છે. અમારી સુખાકારી સંશાધનો વિષે વધુ માહિતી માટે અમારી Snapchat સુખાકારી સંશાધનો માટેની ઝડપી-માર્ગદર્શિકા ડાઉનલોડ કરો!
ડિજિટલ વેલ-બીઇંગ ઇન્ડેક્સ અને સંશોધન
કિશોરો અને યુવા વયસ્કો ઑનલાઇન કેવી રીતે કામ કરી રહ્યાં છે તેની સમજ આપવા માટે, Snap એ જનરેશન Z ની ડિજિટલ સુખાકારી માટે સંશોધન હાથ ધર્યું છે. અભ્યાસ, જે ચાર દાયકાથી વધુ વ્યક્તિલક્ષી સુખાકારી સંશોધન પર દોરે છે, ડિજિટલ વેલ-બીઇંગ ઇન્ડેક્સ (DWBI), જનરેશન Z ની ઑનલાઇન મનોવૈજ્ઞાનિક સુખાકારીનો માપ બનાવવા માટે ઓનલાઈન વાતાવરણ માટે સ્વીકારવામાં આવ્યો હતો. 2022 માં, અમે છ દેશ: ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, યુકે અને યુ.એસમાં ટીનેજર્સ (13-17 વર્ષની વયના), યુવાન વયસ્કો (18-24 વર્ષની વયના) અને 13 થી 19 વર્ષની વયના કિશોરોના માતા-પિતાનો સર્વે કર્યો હતો. અમે વિવિધ ઓનલાઈન જોખમોના તેમના સંપર્ક વિશે પૂછ્યું અને, તે પરિણામો અને અન્ય વલણના પ્રતિભાવોમાંથી, દરેક દેશ માટે DWBI અને તમામ છ ના સંયુક્ત વાંચન માટે યોજના ઘડી હતી. છ ભૌગોલિક વિસ્તારો માટે 2022 નો ડિજિટલ વેલ-બીઇંગ ઇન્ડેક્સ 62 પર છે. ડિજિટલ વેલ-બીઇંગ ઇન્ડેક્સ અને સંશોધનનાં તારણો વિશે વધુ વાંચવા માટે, કૃપા કરીને અમારા DWBI પેજ ની મુલાકાત લો. 

સુરક્ષિત રહેવા માટેના સૂચનો

વર્ષોથી જેમ જેમ Snapchat આગળ વધ્યું છે, તમારી ગોપનીયતા અને સલામતી હંમેશાં ધ્યાનમાં રાખવામાં આવે છે. કહ્યું છે કે, તમે વધારે સુરક્ષિત રહો તેની ખાતરી કરવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો!
Snapchat શિષ્ટાચાર
અન્ય Snapchatters પ્રત્યે દયાળુ અને આદરપૂર્ણ બનો. તમે જે Snap કરો છો તેના વિશે વિચારવાન બનો, અને લોકોને એવું કંઇપણ ન મોકલો જે તેઓ જોવા ન માંગતા હોય.
Snaps આપોઆપ ડિલીટ કરવામાં આવે છે, પરંતુ...
યાદ રાખો, Snaps આપોઆપ ડિલીટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોવા છતાં, મિત્ર હજી પણ સ્ક્રીનશૉટ લઈ શકે છે અથવા અન્ય ઉપકરણ વડે પિક્ચર લઈ શકે છે.
ગોપનીયતાનાં સેટિંગ
કોણ તમને Snaps મોકલી શકે અથવા તમારી સ્ટોરી અને Snap નક્શા પર સ્થાન જોઈ શકે તે પસંદ કરવા માટે તમારાં ગોપનીયતા સેટિંગ જુઓ.
મિત્રો
Snapchat નજીકના મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી તમે વાસ્તવિક જીવનમાં જેમને ઓળખતા ન હોવ એવી કોઈ પણ વ્યક્તિને મિત્ર ન બનાવો એવું અમારું સૂચન છે.
કોમ્યુનિટીના નિયમો
અમારા કોમ્યુનિટીના દિશાનિર્દેશો વાંચો અને અનુસરો, અને તમારા મિત્રોને પણ તેમને અનુસરવામાં મદદ કરવાનો પ્રયાસ કરો!
સુરક્ષા ચિંતાઓનો રિપોર્ટ કરો
જો તમે કંઈક અસ્વસ્થતા અનુભવો છો, અથવા જો કોઈ તમને કંઈક અયોગ્ય કરવા માટે કહે છે અથવા કોઈ તમને અસ્વસ્થતાનો અનુભવ કરાવે છે, તો કૃપા કરીને અમને Snap નો રિપોર્ટ કરો — અને તે વિશે તમારા માતા-પિતા અથવા વિશ્વાસપાત્ર પુખ્ત વ્યક્તિ સાથે વાત કરો.
ગુંડાગીરી
જો કોઈ તમારી સાથે ગુંડાગીરી કરતું હોય અથવા હેરાન કરતું હોય, તો અમને Snap નો રિપોર્ટ કરો — અને તમારા માતા-પિતા અથવા કોઈ વિશ્વાસપાત્ર પુખ્ત વ્યક્તિ સાથે તેના વિશે વાત કરો. તમે હંમેશા તે વ્યક્તિને બ્લોક કરી શકો છો અને કોઇપણ ગ્રુપ ચૅટ છોડી શકો છો જ્યાં ગુંડાગીરી થઇ રહી હોય.
  • વધુ સહાયતા: Snapchat યુ.એસ. માં Snapchatters ને વધારાની મદદ અને સાધનો પૂરા પાડવા માટે Crisis Text Line સાથે પણ ભાગીદારીમાં છે. Crisis Text Line પર લાઈવ, પ્રશિક્ષિત કટોકટી સલાહકાર સાથે ચેટ કરવા માટે ફક્ત KIND શબ્દ લખીને 741741 પર મોકલાવો. આ સેવા નિશુલ્ક અને 24/7 ઉપલબ્ધ છે!
પાસવર્ડ સુરક્ષા
તમારા પાસવર્ડને સુરક્ષિત રાખો અને કોઈપણ સંજોગોમાં તેને અન્ય લોકો, એપ્લિકેશનો અથવા વેબસાઇટ સાથે શેર કરશો નહીં. તમે ઉપયોગ કરો છો તે દરેક સેવા માટે અલગ પાસવર્ડનો ઉપયોગ કરવાનું સૂચન પણ કરીએ છીએ.
સલામતી સ્નેપશૉટ પર સબ્સ્ક્રાઇબ કરો
આ ડિસ્કવર ચેનલનું સર્જન ડિજિટલ સાક્ષરતા તથા Snapchatters ને સલામતી અને ગોપનીયતા સંબંધિત ઉપયોગી માહિતી અને યુક્તિઓ શીખવવા માટે કરવામાં આવ્યું હતું.
તમારા ડિસ્કવર કન્ટેન્ટ સંચાલિત કરો
ડિસ્કવર પર, તમે વિશ્વભરમાં ચાલી રહેલી વસ્તુઓ વિશે જાણવા માટે મિત્રોની સ્ટોરી, પબ્લિશરની સ્ટોરી, શો અને Snap નક્શાજોઈ શકો છો! તમે કઈ શોધ સામગ્રી જોવા માંગો છો તે પણ તમે નક્કી કરી શકો છો.
  • મિત્રો: કોની સાથે સૌથી વધુ સંપર્કમાં છો તેના આધારે મિત્રોની સ્ટોરીને અલગ તારવવામાં આવે છે, તેથી તમે સામાન્ય રીતે જેમની કાળજી લો છો તે લોકોની સ્ટોરી જોશો. કેવી રીતે તમારા મિત્રોનું સંચાલન કરવું અથવા નવા મિત્રો ઉમેરવા તે વિશે વધુ જાણો.
  • સબ્સ્ક્રિપ્શન: મિત્રોના વિભાગની નીચે, તમે પ્રકાશકો, સર્જકો, અને તમે સબ્સ્ક્રાઇબ કરેલી અન્ય ચેનલોની તમારી પસંદગીની સામગ્રી જોશો. તાજેતરમાં અપડેટ કરવામાં આવેલ સ્ટોરી દ્વારા આને અલગ તારવવામાં આવે છે.
  • ડિસ્કવર: અહીં તમે હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલાં પ્રકાશક અને સર્જકોની ભલામણ કરેલી સ્ટોરીની વધતી જતી સૂચિ મળશે - આ સિવાય પ્રાયોજિત સ્ટોરી અને વિશ્વભરના અમારા સમુદાયની સ્ટોરી જોઈ શકો છો. જો તમે જોયેલી કોઈ સ્ટોરી ખરેખર ગમતી નથી, તો તમે હંમેશા તે સ્ટોરી અને તેના જેવી અન્યને છુપાવવા માટે તેને પકડી અને ‘છુપાવો' ને દબાવી કરી શકો છો.
  • ડિસ્કવર પર સ્ટોરી છુપાવવી: જો તમે જોવા નથી ઇચ્છતા તો કોઈપણ સ્ટોરીને હંમેશાં છુપાવી શકો છો. તે સ્ટોરીને ફક્ત દબાવો અને પકડી રાખો અને 'છુપાવો' પર દબાવો.
  • ડિસ્કવર પર સ્ટોરીની જાણ કરવી: જો તમને શોધો પર કંઈક અયોગ્ય જોવામાં આવે, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો! અયોગ્ય Snap પર દબાવીને પકડી રાખો અને તેની જાણ કરવા માટે 'Snapની જાણ કરો' બટન પર ટૅપ કરો.
ઓછામાં ઓછી ઉંમર
Snapchat માટે વ્યક્તિઓની ઉંમર 13+ હોવી જરૂરી છે અને જો અમને જાણવા મળે કે એકાઉન્ટ 13 વર્ષથી નાની વ્યક્તિનું છે, તો અમે તેને સમાપ્ત કરવા માટે પગલાં લઈએ છીએ.