મેક્સિકો પ્રાઇવસી સૂચના

અમલી: સપ્ટેમ્બર 30, 2021

આ સૂચના અમે ખાસ કરીને મેક્સિકોના વપરાશકર્તાઓ માટે તૈયાર કરી છે. મેક્સિકોના કાયદા હેઠળ જણાાવ્યા પ્રમાણે, મેક્સિકોના વપરાશકર્તાને કેટલાક પ્રાઇવસી અધિકાર મળેલા છે, જેમાં Ley Federal de Protección de Datos Personales en Posesión de los Particulares નો સમાવેશ થાય છે. અમારા ગોપનીયતાના સિદ્ધાંતો અમે બધા વપરાશકર્તાઓને જે પ્રાઇવસી નિયંત્રણો ઓફર કરીએ છીએ તે આ કાયદાઓ સાથે સુસંગત છે - આ નોટિસ ખાતરી કરે છે કે અમે મેક્સિકો વિશિષ્ટ જરૂરિયાતોને આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ તેમના ડેટાની નકલની વિનંતી કરી શકે છે, તેને કાઢી નાખવાની વિનંતી કરી શકે છે અને એપ્લિકેશનમાં તેમના પ્રાઇવસી સેટિંગ્સને નિયંત્રિત કરી શકે છે.
પૂર્ણ માહિતી માટે, અમારી  પ્રાઇવસી પોલિસીતપાસો.

ડેટા નિયંત્રક

જો તમે મેક્સિકોના વપરાશકર્તા છો, તો તમારે જાણવું જોઈએ કે તમારી વ્યક્તિગત માહિતીના નિયંત્રક Snap Inc. છે, જે 3000 31st Street, Santa Monica, California 90405માં આવેલું છે.

ઍક્સેસ, સુધારા અને રદ કરવાના અધિકારો

અમારી પ્રાઇવસી પોલિસીમાં તમારી માહિતી પર નિયંત્રણના વિભાગમાં જણાવ્યા મુજબ તમે ઍક્સેસ, સુધારા તથા રદ્દીકરણ કરવાના અધિકારોનો ઉપયોગ કરી શકો છો.

વિરોધ કે પડકાર કરવાનો તમારો અધિકાર

તમારી પાસે અમે વાપરેલી માહિતીનો વિરોધ કે પડકાર કરવાનો અધિકાર છે. ઘણા પ્રકારના ડેટા એવો હોય છે, જેને તમે પ્રોસેસ કરવા માંગતા ન હો, તો અમે તમને ડિલીટ કરવાનો વિકલ્પ આપ્યો છે. અન્ય પ્રકારના ડેટા માટે, અમે તમને ફીચરને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરીને તમારા ડેટાનો ઉપયોગ અટકાવવાની ક્ષમતા આપી છે. તમે એપ્લિકેશનમાં આ વસ્તુઓ કરી શકો છો. જો અન્ય પ્રકારની માહિતી હોય કે જેના માટે તમે અમારી પ્રક્રિયા સાથે સંમત નથી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

કૂકીઝ

મોટાભાગની ઓનલાઇન સેવાઓ અને મોબાઇલ ઍપ્લિકેશનની જેમ, તમારી પ્રવૃત્તિ, બ્રાઉઝર અને ડિવાઇસ વિષે માહિતી મેળવવા માટે અમે કૂકીઝ અને અન્ય ટેક્નોલોજીઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે વેબ બીકન્સ, વેબ સ્ટોરેજ અને અનન્ય જાહેરાત ઓળખકર્તાઓ.  અમે અને અમારા ભાગીદારો અમારી સેવાઓ અને તમારી પસંદગીઓમાં કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તે વિષે વધુ જાણવા માટે, કૃપા કરીને પ્રાઇવસી પોલિસીનો કૂકીઝ અને અન્ય ટેક્નોલોજીઓ દ્વારા મેળવેલી માહિતી વિભાગ ચકાસો.