કેનેડા પ્રાઇવસી નોટીસ

અમલ: સપ્ટેમ્બર 22, 2023

અમે કેનેડમાં રહેતા વપરાશકર્તાઓ માટે ખાસ આ નોટીસ બનાવી છે. કેનેડાના વપરાશકર્તાઓ કેનેડાના કાયદા હેઠળ વ્યક્તિગત માહિતી સંરક્ષણ અને ઇલેક્ટ્રોનીક ડોક્યુમેન્ટ ધારા (PIPEDA) સહિત અમુક ચોક્કસ પ્રાઇવસી હક્કો ધરાવે છે.  અમારા ગોપનિયતાના સિધ્ધાંતો અને પ્રાઇવસી નિયંત્રણો જે અમે તમામ વપરાશકર્તાઓને આપીએ છીએ એ કાયદાઓને અનુરૂપ છે-આ નોટીસ ખાતરી કરે છે કે અમે કેનેડા-વિશિષ્ટ જરૂરીયાતોણએ આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ ઍપમાંથી તેઓના ડેટાની કૉપી, ખાતાં દૂર કરવાની વિનંતી અને તેઓના પ્રાઇવસી સેટિંગ્સ દ્વારા નિયંત્રણ કરી શકે છે. પૂર્ણ માહિતી માટે, અમારી ગોપનિયતા નીતિ તપાસો.

ડેટા નિયંત્રક

જો તમે કેનેડાના વપરાશકર્તા હોવ, તમે જાણતા હોવાં જોઈએ કે Snap Inc. તમારી વ્યક્તિગત માહિતી માટે જવાબદાર છે.

તમારા અધિકારો

તમે પ્રાઇવસી પોલીસીના વિભાગમાં તમારા માહિતીના નિયંત્રણમાં વર્ણવેલ અથવા નીચે આપેલ સંર્પકની માહિતી દ્વારા અમારા પ્રાઇવસી અધિકારીનો સંપર્ક કરીને તમારા વપરાશ અને સુધારાના હક્કોનો અમલ કરી શકો છો.

તમારા પ્રાંતણને આધારે, તમારી પાસે તમારી વ્યક્તિગત માહિતીના પ્રસારણ નિયંત્રણ, પોર્ટેબિલિટીના હક્ક, આપોઆપ નિર્ણય લેવા બાબતે અવલોકનની માહિતી આપવાનો અને રજૂ કરવાનો હક્ક, અને ડેટા પ્રક્રિયાકરણ વિષે માહિતીની વિનંતી સહિતના વધારાના હક્કો હોય શકે છે.

અમે અમારા પ્રાઇવસી સાથેના ઉત્પાદનો અને સેવાઓની રચના કરીએ છીએ. ઘણા પ્રકારના ડેટા સાથે, જો તમે તેને પ્રોસેસ કરવા માંગતા ન હોય તો અમે તમને તે ડિલીટ કરવાની ક્ષમતા પૂરી પાડી છે. અન્ય પ્રકારના ડેટા માટે, અમે તમને ફીચરને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરીને તમારા ડેટાનો ઉપયોગ અટકાવવાની ક્ષમતા આપી છે. જો અન્ય પ્રકારની માહિતી હોય જેની સાથે હવે તમે અમારી સાથે સંમત ન હોવ, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

અમારા દર્શકો

13 વર્ષની નીચેના (અથવા તમારા પ્રાંતમાં વાલીની મજૂરી સિવાય અમારી સેવા માટે નોંધણી કરવા કે તેનો ઉપયોગ કરવા માટે અધિકૃત જરૂરી પુખ્ત ઉંમરની નીચેના) કોઈપણ માટે અમારી સેવાઓ નથી — અને અમે તેઓને નિર્દેશ કરતાં નથી. અને તેથી આ ઉંમરથી નીચેના કોઇપણ વ્યક્તિ પાસેથી અમે જાણી જોઈને વ્યક્તિગત માહિતી લેતાં નથી.

આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાન્સફર્સ

યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય બહારના સ્થાનોમાં જ્યાં તમે રહેતા હોવ તેમાં, તમને અમારી સેવાઓ આપવા માટે, અહીં વર્ણવ્યા મુજબ Snap વતી અમુક કર્યો કરવા માટે અમે Snap Inc. માંથી તમારી વ્યક્તિગત માહિતી લઈ, અને Snap Inc. પરિવારની કંપનીઓને અને અમુક તૃતીય-પક્ષ સેવા પ્રદાતાને ટ્રાન્સફર કરી અને સંગ્રહ અને પ્રક્રિયા કરીએ છીએ. જ્યારે પણ તમે રહેતા હોવ ત્યાંથી બહાર જ્યારે પણ માહિતીઓ અમે શેર કરીએ છીએ, ત્યારે અમે ખાતરી કરીએ છીએ કે સ્થાનિક કાયદાઓનો અમલ કરીને શેર કરીએ, જેથી તમારી વ્યક્તિગત માહિતી પૂરતી રીતે સુરક્ષિત રહે. તમારા નિવાસના અધિકારક્ષેત્રની બહારની અમુક માહિતી, જે-તે અધિકારક્ષેત્રના કાયદાઓને અથવા સરકારના, કોર્ટ અને કાયદા અમલીકરણ અથવા અમુક અન્ય અધિકારક્ષેત્રની નિયામક સંસ્થાઓ, સ્થાનિક કાયદાઓને આધારે પ્રકટીકરણને આધીન રહે છે.

કૂકીઝ

મોટાભાગની ઓનલાઇન સેવાઓ અને મોબાઇલ ઍપ્લિકેશનની જેમ, તમારી પ્રવૃત્તિ, બ્રાઉઝર અને ડિવાઇસ વિષે માહિતી મેળવવા માટે અમે કૂકીઝ અને અન્ય ટેક્નોલોજીઓનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે વેબ બીકન્સ, વેબ સ્ટોરેજ અને અનન્ય જાહેરાત ઓળખકર્તાઓ.  અમે અને અમારા ભાગીદારો અમારી સેવાઓ અને તમારી પસંદગીઓમાં કૂકીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, તે વિષે વધુ જાણવા માટે, કૂકીઝ અને અન્ય ટેક્નોલોજીઓ દ્વારા મેળવેલી માહિતીના પ્રાઇવસી પોલીસીનો વિભાગ તપાસો.

ફરિયાદો કે સવાલો?

અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે કોઇપણ પૂછપરછ કે ફરિયાદોને અમારા પ્રાઇવસી સહાયક ટીમ અથવા અમારા પ્રાઇવસી અધિકારીને dpo@snap.com. તમે કેનેડાના પ્રાઇવસી કમિશનરની ઓફિસ અથવા તમારા સ્થાનિક પ્રાઇવસી કમિશનર પાસે ફરિયાદ ફાઇલ કરવાનો હક્ક ધરાવો છો.