બ્રાઝિલ ગોપનિયતા સૂચના

અમલ: સપ્ટેમ્બર 30, 2021

અમે આ સૂચના ખાસ તો બ્રાઝિલના વપરાશકર્તાઓ માટે તૈયાર કરી છે. બ્રાઝિલના કાયદાઓ હેઠળ બ્રાઝિલના વપરાશકર્તાઓને અમુક ગોપનિયતા અધિકારો મળેલા છે, જેમાં Lei Geral de Proteção de Dados Pessoais (LGPD)નો પણ સમાવેશ થાય છે. અમારા ગોપનીયતાના જે સિધ્ધાંતો અને ગોપનીયતા નિયંત્રણો કે જે અમે બધા વપરાશકર્તાઓને આપીએ છીએ તે આ કાયદાઓ સાથે સુસંગત છે—આ નોટિસ ખાતરી કરે છે કે અમે બ્રાઝિલને અનુલક્ષીને જરૂરીયાતોને આવરી લઈએ છીએ. ઉદાહરણ તરીકે, બધા વપરાશકર્તાઓ તેમના ડેટાની નકલની વિનંતી કરી શકે છે, તેને કાઢી નાખવાની વિનંતી કરી શકે છે અને એપ્લિકેશનમાં તેમના પ્રાઇવસી સેટિંગ્સને નિયંત્રિત કરી શકે છે. પૂર્ણ માહિતી માટે, અમારી પ્રાઇવસી પોલિસી તપાસો.

ડેટા નિયંત્રક

જો તમે બ્રાઝિલના વપરાશકર્તા હોવ, તમને ખ્યાલ હોવો જોઈએ કે Snap Inc. એ તમારી વ્યક્તિગત માહિતીની નિયંત્રક છે.

એક્સેસ, ડિલીટ, સુધારણા અને સુવાહ્યતાના અધિકારો

અમારી પ્રાઇવસી પોલિસીમાં તમારી માહિતી પર નિયંત્રણ વિભાગમાં જણાવ્યા મુજબ તમે ઍક્સેસ કરવાના, હટાવવાના, સુધારા તથા સુવાહ્યતાના અધિકારોનો ઉપયોગ કરી શકો છો.

તમારી માહિતીનો ઉપયોગ કરવાનો આધાર

તમારો દેશ ચોક્કસ સંજોગોમાં જ તમારી વ્યક્તિગત માહિતી વાપરવાની અમને મંજૂરી આપે છે. આ સંજોગોને "કાયદાકીય આધાર" તરીકે ઓળખવામાં આવે છે, અને અમે Snap ખાતે સામાન્ય રીતે ચારમાંથી એક પર આધાર રાખીએ છીએ:

  • કરાર. અમે તમારી માહિતીનો ઉપયોગ કરીએ તેનું એક કારણ એ હોય શકે કે તમે અમારી સાથે કરાર કર્યો છે. દાખલા તરીકે, જ્યારે તમે ઑન-ડિમાન્ડ જિયોફિલ્ટર ખરીદો અને અમારા કસ્ટમ ક્રિયેટિવ ટૂલ્સની શરતોને સ્વીકારો છો, ત્યારે તમારું પેમેન્ટ સ્વીકારવા માટે અમને તમારી અમુક માહિતીની જરૂર પડી શકે છે અને ખાતરીક કરો કે અમે તમારું જિયોફિલ્ટર યોગ્ય લોકોને, યોગ્ય સ્થળે અને સમયે દેખાડીએ છીએ.

  • કાયદેસર હિત. તમારી માહિતીનો અમારે - કે તૃતીય-પક્ષને - ઉપયોગ કરવો પડી શકે છે, કારણ કે એમ કરવામાં કાયદાકીય હિત સમાયેલું છે. દાખલા તરીકે, અમારી સેવાઓ આપવા તથા તેમાં સુધાર લાવવા માટે અમારે તમારી માહિતીનો ઉપયોગ કરવો પડે છે, જેમ કે તમારા એકાઉન્ટની સુરક્ષા માટે, તમને Snaps પહોંચાડવા, ગ્રાહક સપૉર્ટ આપવા તથા તમને મિત્રોની શોધમાં મદદ કરવા તથા અમને લાગે કે ચોક્કસ સામગ્રી પસંદ પડશે. અમારી મોટાભાગની સેવાઓ નિઃશુલ્ક છે, આથી તમારી અમુક માહિતીનો ઉપયોગ કરીને તમને રસપ્રદ જણાય તેવી જાહેરાતો દર્શાવવા માટે પ્રયાસ કરીએ છીએ. કાયદાકીય હિતની બાબતમાં મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે તમારા નિજતાના અધિકાર કરતાં અમારા અધિકાર ઉપર નથી, આથી અમે કાયદાકીય હિત ઉપર ત્યારે જ આધાર રાખીએ છીએ કે જ્યારે અમને લાગે કે અમે તમારો જે ડેટા વાપરી રહ્યા છીએ, તેનાથી તમારી નિજતા ઉપર ખાસ અસર નહિ પડે અથવા તમારા દ્વારા અપેક્ષિત હશે, અથવા આમ કરવા પાછળ અનિવાર્ય કારણ છે. અમે તમારી માહિતીનો વધુ વિગતવાર ઉપયોગ કરવા માટે અમારા કાયદેસર વ્યાવસાયિક કારણો સમજાવીએ છીએ અહીં

  • સહમતિ. અમુક કિસ્સામાં ચોક્કસ હેતુસર તમારી માહિતીનો ઉપયોગ કરવા માટે અમે તમારી સહમતિ માગી શકીએ છીએ. જો અમે આમ કરીશું તો અમે સુનિશ્ચિત કરીશું કે અમારી સેવાઓ અથવા તમારા ડિવાઇસમાં મંજૂરીઓ મારફત તમે આપેલી સહમતિ પાછી ખેંચી શકો છો. તમારી માહિતીના વપરાશ માટે અમે સહમતિ ઉપર આધાર નથી રાખતા, છતાં અમે કૉન્ટેક્ટ કે લોકેશન જેવા ડેટાને ઍક્સેસ કરવા માટે તમારી મંજૂરી માગી શકીએ છીએ.

  • કાયદાકીય જવાબદારી. કાયદાના પાલન માટે અમારે તમારી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરવો પડી શકે છે, જેમ કે જ્યારે અમે માન્ય કાયદાકીય પ્રક્રિયાની પ્રતિક્રિયારૂપે અથવા અમારા વપરાકર્તાઓની સુરક્ષા માટે પગલા લેવા.

વિરોધ કરવાનો તમારો અધિકાર

તમારી માહિતીનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવવાનો તમને અધિકાર છે. ઘણા પ્રકારના ડેટા સાથે, જો તમે તેને પ્રોસેસ કરવા માંગતા ન હોય તો અમે તમને તે ડિલીટ કરવાની ક્ષમતા પૂરી પાડી છે. અન્ય પ્રકારના ડેટા માટે, અમે તમને ફીચરને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરીને તમારા ડેટાનો ઉપયોગ અટકાવવાની ક્ષમતા આપી છે. તમે એપ્લિકેશનમાં આ વસ્તુઓ કરી શકો છો. જો અન્ય પ્રકારની માહિતી હોય કે જેના માટે તમે અમારી પ્રક્રિયા સાથે સંમત નથી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો.

ફરિયાદો કે સવાલો?

અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમે અમારી ગોપનીયતા સપૉર્ટ ટીમ અથવા dpo @ snap.com પર ડેટા પ્રોટેક્શન ઓફિસરને પૂછી શકો છો. તમને તમારી ફરિયાદ Autoridade Nacional de Proteção de Dados (ANPD) પાસે નોંધવવાનો અધિકાર પણ મળેલો છે.