તમારી ગોપનીયતા, સમજાવાયેલ

ગોપનીયતા નીતિઓ ખૂબ લાંબી હોય છે - અને ખૂબ ગૂંચવનારી. એટલે જ, અમે અમારી પ્રાઇવલી પોલિસી સંક્ષિપ્ત, સ્પષ્ટ અને વાંચવા માટે સરળ બનાવવા માટે બનતા બધા પ્રયાસો કર્યા છે!

તમારે અમારી સમગ્ર ગોપનીયતા નીતિ વાંચવી જોઈએ, પરંતુ જ્યારે તમારી પાસે માત્ર થોડી મિનિટો જ હોય અથવા કશુંક બાદમાં યાદ રાખવા માંગતા હો ત્યારે તમે હંમેશાં આ સારાંશ જોઈ શકો છો — તેથી તમે માત્ર થોડી મિનિટોમાં જ કેટલીક મૂળભૂત બાબતો શીખી શકો છો અથવા યાદ કરી શકો છો.

અમે Snap પર શું કરીએ છીએ

Snap પર અમારું મિશન એ લોકોને પોતાને વ્યક્ત કરતા થાય, ક્ષણનો પૂરેપૂરો આનંદ લે, દુનિયા વિશે શીખે અને સાથે મળીને આનંદ કરે તેના માટે સશક્ત બનાવવાનો છે.

અમારી સેવાઓ પૂરી પાડવા અને તેમને બહેતર બનાવવા માટે, તમે Snapchat, Bitmoji અને અમારી અન્ય સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે તમારા અનુભવને વ્યક્તિગત કરવા માટે અમે તમારા વિશે કેટલીક બાબતો જાણીએ છીએ. ઉદાહરણ તરીકે, જો અમને ખબર હોય કે તમારો જન્મદિવસ છે, તો અમે તમને અને તમારા મિત્રોને ઉજવણીમાં મદદ કરવા માટે Lens મોકલી શકીએ છીએ! અથવા, જો અમે જોયું હોય કે તમે સમુદ્રતટ પર એક દિવસ પસાર કરી રહ્યાં છો, તો અમે ખાતરી કરી શકીએ કે તમારા Bitmoji પ્રસંગ માટે સજ્જ છે. સરસ, બરાબર?

વ્યક્તિગત સેવા પૂરી પાડવાની બીજી રીત અમે બતાવીએ છીએ તે જાહેરાતો દ્વારા છે — તે પણ એક એવી રીત છે કે અમે આનંદ, સલામત અને નવીન ઓનલાઈન જગ્યાઓ, શુલ્ક વિના પૂરી પાડવામાં સક્ષમ છીએ. અમે તમારા વિશે જે જાણીએ છીએ તેમાંથી કેટલાકનો ઉપયોગ - તમને રુચિ હોઈ શકે - જ્યારે તમને તેમાં રસ હોઈ શકે ત્યારે તેવી જાહેરાતો આપવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો તમે ફેશન વિશે ઘણી બધી વાર્તાઓ જોતા હોવ, તો અમે તમને જીન્સની નવીનતમ શૈલી માટેની જાહેરાતો બતાવી શકીએ છીએ. અથવા જો તમે વીડિયો ગૅમ્સ માટેની જાહેરાતોના સમૂહ પર ક્લિક કર્યું છે, તો અમે કદાચ તે જાહેરાતો બતાવતા રહીશું! પરંતુ અમે તમને એવી જાહેરાતો જે તમને કદાચ નહીં ગમે બતાવવાનું ટાળવા માટે પણ તમારી માહિતીનો ઉપયોગ પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો કોઈ ટિકિટિંગ સાઇટ અમને કહે છે કે તમે મૂવી માટેની ટિકિટ પહેલેથી જ ખરીદી લીધી છે - અથવા જો તમે તેને Snapchat દ્વારા ખરીદી છે - તો અમે તમને તેના માટેની જાહેરાતો બતાવવાનું બંધ કરી શકીએ છીએ. વધુ જાણો.

તમે તમારી માહિતીને કેવી રીતે નિયંત્રિત કરશો

તમારા એકાઉન્ટની માહિતીને અપડેટ કરવા માંગો છો અથવા તમારી સ્ટોરી કોણ જોઇ શકે છે અથવા Snap નકશા પર તમને કોણ જોઈ શકે છે તે બદલવા માંગો છો? ફક્ત ઍપમાં તમારા સેટિંગ્સ પર જાઓ. ઍપમાં નથી તેવી તમારી માહિતી વિશે ઉત્સુક છો? તમારા ડેટાને ડાઉનલોડ કરવા માટે અહીં જાઓે. જો તમે ક્યારેય Snapchat છોડવા અને તમારા એકાઉન્ટને સારી રીતે કાઢી નાખવા માંગતા હો, તો અમારી પાસે તેના માટે પણ સાધનો છે. વધુ જાણો.

અમે કેવી રીતે માહિતી એકત્રિત કરીએ છીએ

પ્રથમ, તમે અમને કોઈપણ માહિતી આપો છો તેમાંથી અમે જાણીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમે Snapchat એકાઉન્ટ સેટ કરો છો, ત્યારે અમે તમારો જન્મદિવસ, ઈમેઈલ સરનામું અને તમે જે અનન્ય નામ દ્વારા જવા માગો છો તે જાણીએ છીએ — તમારું યુઝરનેમ.

બીજું, જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે તમારા વિશે જાણીએ છીએ. તેથી, જ્યારે તમે અમને નથી કહેતા કે તમે રમતના ચાહક છો, પરંતુ જો તમે હંમેશાં સ્પૉટલાઇટ પર બાસ્કેટ બોલ હાઇલાઇટ જોતા હોવ અને તમારા Bitmoji એ તમારી ટીમનો રંગ પહેર્યો હોય, તો તે એક સલામત અનુમાન છે કે તમે રમતના ચાહક છો.

ત્રીજું, અમે કેટલીકવાર અન્ય લોકો અને સેવાઓમાંથી તમારા વિશે જાણીશુ. ઉદાહરણ તરીકે, જો કોઈ મિત્ર તેની સંપર્ક સૂચિ અપલોડ કરે છે, તો અમે તમારો ફોન નંબર જોઈ શકીએ છીએ. અથવા, જો તમે વિડિયો ગેમ માટેની જાહેરાત પર ટેપ કરો છો, તો જાહેરાતકર્તા અમને જણાવશે કે તમે તેને ઇન્સ્ટોલ કરી છે. વધુ જાણો.

અમે માહિતી કેવી રીતે શેર કરીએ છીએ

અમે જ્યારે માહિતી શેર કરીએ છીએ, ત્યારે મોટે ભાગે તમે અમને પૂછ્યું હોય છે, જેમ કે તમે ક્યારે Spotlight અથવા Snap નકશો અથવા મિત્રને ચેટ મોકલો પર Snap ઉમેરવા ઇચ્છો છો. તમારી કેટલીક માહિતી, જેમ કે તમારું વપરાશકર્તા નામ અને Snapcode, મૂળભૂત રીતે લોકો માટે જોઈ શકાય તેવું છે.

અમે કંપનીઓના Snap પરિવારમાં, વ્યવસાય અને સંકલિત ભાગીદારો સાથે માહિતી શેર પણ કરીએ છીએ, જે અમને અમારી સેવાઓ પૂરી પાડવામાં મદદ કરે છે, જ્યારે અમને લાગે છે કે તે કાયદા દ્વારા જરૂરી છે, અને જ્યારે અમે માનીએ છીએ કે Snapchatters, અમારી અથવા અન્ય લોકોની સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે તે જરૂરી છે.

મોટા ભાગની અન્ય તમામ બાબતો માટે, તમે નિયંત્રણમાં છો! વધુ જાણો.

અમે કેટલા સમય સુધી માહિતી રાખીએ છીએ

Snapchat એ ક્ષણમાં જીવવાનું વિશે છે. તેથી જ જ્યારે તમે કોઈ મિત્રને Snap કે Chat મોકલો છો, ત્યારે અમારી સિસ્ટમ ડિફૉલ્ટ રૂપે તેને જોયા પછી અથવા સમાપ્ત થઈ જાય (તમારા સેટિંગ્સના આધારે) કાઢી નાખવા માટે બનાવવામાં આવી છે. તેમ છતાં, જ્યારે તમે અથવા કોઈ મિત્ર અમને પૂછે છે ત્યારે અમે સંદેશા રાખી શકીએ છીએ, જેવી રીતે તમે ચૅટમાં અથવા Snap થી યાદોમાં કોઈ સંદેશ સેવ કરો છો.

અને યાદ રહે: સ્નેપચેટ્ટર હંમેશાં સ્ક્રીનશૉટ લઈ શકે છે!

અન્ય માહિતી લાંબા સમય સુધી સંગ્રહીત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી તમે અમને તેને કાઢી નાખવા માટે કહો નહીં ત્યાં સુધી અમે તમારી મૂળભૂત એકાઉન્ટ માહિતીનો સંગ્રહ કરીએ છીએ. અને અમે તમને ગમતી અને નાપસંદ હોઈ શકે તેવી વસ્તુઓ વિશે સતત માહિતી એકત્રિત અને અપડેટ કરીએ છીએ, જેથી અમે તમને વધુ સારી સામગ્રી અને જાહેરાતો પૂરી પાડી શકીએ. વધુ જાણો.

તમે વધુ કઈ રીતે શીખી શકો

અમારી સંપૂર્ણ ગોપનીયતા નીતિજુઓ!

શું તમે જાણો છો કે પ્રોડક્ટ દ્વારા ગોપનીયતા ચોક્કસ સુવિધાઓ પર વધુ માહિતી પૂરી પાડે છે, અને અમે ઍપના વિવિધ ભાગો કેવી રીતે કાર્ય કરે છે તે જાણવામાં તમારી સહાય કરવા માટે ઘણા બધા સમર્થન પૃષ્ઠો પણ બનાવ્યા છે?

તમે જે શોધી રહ્યાં છો તે હજી પણ શોધી શક્યા નથી? ચિંતા કરશો નહીં, ફક્ત અમારો સંપર્ક કરો અને અમારી મૈત્રીપૂર્ણ સપોર્ટ ટીમ તમારો સંપર્ક કરશે!