સુરક્ષા દ્વારા પ્રાઇવસી

જો તમે સુરક્ષિત અથવા સલામત હોવાનો અનુભવ ન કરતા હોવ, તો પ્રાઇવસી અનુભવવી પણ મુશ્કેલ છે. આથી જ તમારા ખાતાને સુરક્ષિત કરવામાં મદદ કરવા માટે Snapchat દ્વારા તમને લોગઇનની ખાતરી (બીજી વાર ખાતરી કરો નું એક સ્વરૂપ) જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે તથા આથી જ અમે અમારા પોતાના આંતરમાળખાને સુરક્ષિત કરવા માટે નોંધપાત્ર પ્રયાસો કરીએ છીએ. પરંતુ તમે તમારા Snapchat ખાતાને વધુ સુરક્ષિત રાખવા માટે લઈ શકો તેવા થોડા વધારાના પગલાંઓ પણ છે:

સુરક્ષિત પાસવર્ડનો ઉપયોગ કરો

તમારા ખાતાને ઍક્સેસ કરવા માટે ખરાબ લોકોને તમારા પાસવર્ડનું અનુમાન કરતાં અથવા ચેડાં કરાયેલા પાસવર્ડ્સની યાદીઓનો ઉપયોગ કરતાં અટકાવવામાં મદદ કરે તેવો લાંબો, જટિલ અને અનન્ય પાસવર્ડ પસંદ કરો. તમારું ખાતું સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવામાં મદદ મેળવવા માટે, તમારા રચનાત્મક સ્નાયુઓને મરોડવાનો પ્રયાસ કરો અને લાંબું પાસવર્ડ વાક્ય શોધો, જેમ કે, “I l0ve gr@ndma’s gingerbread c00kies!” (અક્ષરો, સંખ્યાઓ અને વિશેષ પ્રતીકોનો ઉપયોગ કરીને) — અને ના, “Password123” જેવો પાસવર્ડ કોઈને મૂર્ખ બનાવી શકશે નહીં. જો તમને પાસવર્ડ યાદ રાખવામાં મુશ્કેલી પડતી હોય, તો પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરીને સુરક્ષિત પાસવર્ડ્સ બનાવો જે તમારે યાદ રાખવાની જરૂર નથી! તમારી પદ્ધતિ ગમે તે હોય, યાદ રાખો: તમારો પાસવર્ડ કોઈની પણ સાથે ક્યારેય શેર કરશો નહીં.

લોગઇનની ખાતરીનો ઉપયોગ કરો

લોગઇનની ખાતરી ચાલુ કરો. આ એક મહત્વપૂર્ણ સુવિધા છે જે સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરવા માટે બીજી વાર ખાતરી કરો નો ઉપયોગ કરે છે. લોગઇનની ખાતરીનો ઉપયોગ કરવાથી એવી વ્યક્તિને તમારા ખાતાને ઍક્સેસ કરવાથી અટકાવવામાં મદદ મળી શકે છે જેણે તમારો પાસવર્ડ મેળવ્યો હોય (અથવા અનુમાન લગાવ્યું હોય).

તમારા ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસની ખાતરી કરો

સુનિશ્ચિત કરો કે તમે તમારા ખાતામાં તમારો ફોન નંબર અને ઇમેઇલ એડ્રેસ ઉમેરો — એમ કરવાથી અમારી પાસે તમારા સુધી પહોંચવા માટેની એક કરતાં વધુ રીત હશે. આ એવા કિસ્સાઓમાં ખાસ મહત્વનું છે જ્યારે તમે તમારો ફોન નંબર બદલો અથવા તમારા ઇમેઇલ ખાતાની ઍક્સેસ ગુમાવી દો. તમારા ફોન નંબર અને ઇમેઇલની ખાતરી કેવી રીતે કરવી તે અંગેની સૂચનાઓ માટે અહીં જાઓ.

અનધિકૃત તૃતીય-પક્ષની ઍપ્સનો ઉપયોગ કરશો નહીં

અનધિકૃત તૃતીય-પક્ષની ઍપ્સનો ઉપયોગ કરશો નહીં. અનધિકૃત તૃતીય-પક્ષની ઍપ્સ અને પ્લગિન્સ (અથવા ટ્વિક્સ) એવા સૉફ્ટવેર ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવે છે જેઓ Snapchat સાથે સંકળાયેલા હોતા નથી અને મોટાભાગે તેઓ Snapchatમાં વધારાની સુવિધાઓ અથવા કાર્યક્ષમતાઓ ઉમેરવાનો દાવો કરતા હોય છે. પરંતુ, આ અનધિકૃત તૃતીય-પક્ષની ઍપ્સ અને પ્લગિન્સ Snapchat દ્વારા સમર્થિત કે અનુમતિપ્રાપ્ત હોતા નથી કારણ કે તેઓ કેટલીકવાર તમારા અને અન્ય Snapchattersના ખાતાઓની સુરક્ષા સાથે ચેડાં કરી શકે છે. સુરક્ષિત રહેવા માટે, ફક્ત અધિકૃત Snapchat ઍપ્સ અથવા અધિકૃત તૃતીય-પક્ષની ઍપ્સ અને પ્લગિન્સનો જ ઉપયોગ કરો.

તમારા ખાતાને સુરક્ષિત રાખવા માટે વધુ ટિપ્સ

ખરાબ લોકો સામે તમે પોતે જ શ્રેષ્ઠ રીતે બચાવ કરી શકો છો! તમારા ખાતાને સુરક્ષિત રાખવામાં મદદ મેળવવા માટે વધુ ટિપ્સ અહીં આપી છે:

  • તમારા Snapchat ખાતામાં તમારો ન હોય તેવો ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસ ઉમેરશો નહીં. તેમ કરવાથી અન્ય લોકોને તમારા ખાતાની ઍક્સેસ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ તમને તેમનો ફોન નંબર કે ઇમેઇલ એડ્રેસ તમારા ખાતામાં ઉમેરવાનું કહે, તો અમને જાણ કરો.

  • કોઈ અન્ય વ્યક્તિના ડિવાઇસ પર Snapchatમાં લૉગ ઇન કરશો નહીં. જો તમે આમ કરશો, તો તમે તેમને તમારા ખાતાની ઍક્સેસ આપી શકો છો. જો તમે તમારા ન હોય તેવા ડિવાઇસ પર લૉગ ઇન કરો, તો હંમેશાં પછીથી લૉગ આઉટ કરવાનું યાદ રાખો !

  • તમારા મોબાઇલ ડિવાઇસમાં મજબૂત પાસકોડ કે પાસફ્રેઝ ઉમેરો, અથવા તેનાથી પણ સારું, તમારા ડિવાઇસને અનલૉક કરવા માટે તમારી ફિંગરપ્રિન્ટ કે ચહેરાનો ઉપયોગ કરતા હોય તેવા બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરો. જો તમારી પાસે આ વધારાના નિયંત્રણો ન હોય અને તમારું ડિવાઇસ ખોવાઈ જાય, ચોરાઈ જાય અથવા એમ ને એમ ક્યાંક રહી જાય, તો અન્ય કોઈ વ્યક્તિ તમારા Snapchat ખાતાની સામગ્રીને ઍક્સેસ કરી શકે છે.

  • શંકાસ્પદ સંદેશાઓથી સાવધાન રહો, ખાસ કરીને એવા સંદેશાઓ જે તમને શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરાવવાનો પ્રયાસ કરતા હોય — તેઓ તમને દુર્ભાવનાપૂર્ણ વેબસાઇટ્સ પર દોરી જઈ શકે છે અથવા તમને ભોળવીને તમારો પાસવર્ડ દાખલ કરાવી શકે છે. ક્લિક કરતાં પહેલાં વિચારો!

Snapchat પર સુરક્ષિત રહેવા અંગેની વધુ ટિપ્સ માટે, અંહી જાઓ અને સલામતી સ્નેપશૉટ માટે સબ્સ્ક્રાઇબ કરો.