સ્નેપચેટરને તેઓના મિત્રો સાથે સુરક્ષિત સંવાદ કરાવીને મદદ કરીએ છીએ

17 જાન્યુઆરી, 2024

શરૂઆતથી જ અમે Snapchat ને પરંપરાગત સોશિયલ મીડિયા કરતાં અલગ રીતે ડિઝાઇન કર્યું છે જેથી લોકોને નજીકના મિત્રો અને પરિવાર સાથે અન્ય પ્લેટફોર્મ જેવુ દબાણનો અનુભવ થયા વિના સંપર્ક કરવામાં મદદરૂપ થાય. મોટા ભાગના કિશોરો મોટું અપરિચિત નેટવર્ક બનાવવા કે લોકોના વિશાળ જૂથો સાથે વિચારોની આપ-લે કરવા કરતાં નાના મિત્રોના વર્તુળ સાથે વાત કરવા માટે Snapchat ને સંદેશાની સેવા તરીકે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, સરેરાશ માત્ર પાંચ મિત્રો સાથે વાતચીત કરવા માટે અમેરિકાના કિશોરો Snapchat વાપરે છે. 

અમારો હેતુ તમામ સ્નેપચેટરને અને ખાસ કરીને 13-17 વર્ષની ઉંમરના આપણા સમાજના સૌથી નાના સભ્યો માટે તંદુરસ્ત અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવાનો છે. સુરક્ષા અને પ્રાઇવસી માટેનો અમારો અભિગમ અમારા પ્લેટફોર્મની અનેરી ડિઝાઇનથી શરૂ થાય છે અને તે કિશોર વયના સ્નેપચેટર માટે વધારાની સુરક્ષા પ્રદાન કરે છે. 

ઓનલાઈન જોખમ જોડાયેલા હોવાથી, અમે સતત આ સુરક્ષા અંગે સતત સમીક્ષા કરી રહ્યા છીએ અને તેને મજબૂત કરી રહ્યા છીએ, જેમાં સામેલ છે:

  • બિન જરૂરી સંપર્ક સામે સુરક્ષા. જ્યારે એક કિશોર બીજા અન્ય વ્યક્તિ સાથે Snapchat પર વાતચીત કરી રહયા હોય, ત્યારે અમે ઈચ્છીએ છીએ કે તે એવા કોઈ વ્યક્તિ હોય જેને તેઓ ખરેખર જાણે છે, તેથી અમે તેમને એક વિદેશી દ્વારા શોધી કાઢવાનું મુશ્કેલ બનાવીએ છીએ. એ કરવા માટે અમે:

    • બે લોકોએ એકબીજાને એક મિત્ર તરીકે સ્વીકારવું જરૂરી બને છે અથવા તેઓ સીધા વાતચીત કરવાનું શરૂ કરે એ પેહલા જ હાલના ફોન સંપર્કમાં હોવા જોઈએ.

    • રેંડમ રીતે શોધ પરિણામોમાં એક બીજા વ્યક્તિ સાથે દેખાવાનું રોકીએ છીએ સિવાય કે તેઓના સામાન્ય સંપર્કોમાં મિત્રો કે સંપર્કો હોય. 

    • જો કોઈ વ્યક્તિ જે મ્યુચ્યુઅલ મિત્ર ન હોય અને તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરે તો તેઓને એક પોપ-અપ ચેતવણી બતાવે છે.

  • જાહેર સામાજિક સરખામણી સુવિધાઓને નિયંત્રિત કરી રહ્યા છીએ. Snapchat એ લોકોને એવી રીતે મદદ કરવા માટે અસ્તિત્વ ધરાવે છે કે લોકો જે ખરેખર છે એવા જ વાસ્તવિક મિત્રો સાથે હોવાનું વ્યક્ત કરવામાં અનુકૂળ અનુભવે, એવી રીતે કે જાણે તેઓ વાસ્તવિક જીવનમાં વાતચીત કરે છે. એટલા માટે જ Snapchat એ અનંત ફિડમાં ખૂલતું નથી અને ડિફોલ્ટ રીતે આપમેળે સંદેશાઓ ડિલીટ કરે છે જે રીતે લોકો વ્યક્તિગત વાત કરે અથવા ફોન પર વાત કરે તેનું અનુકરણ કરે છે. ઉપરાંત, અમે:

    • જ્યારે તમે મિત્રો સાથે વાતચીત કરો ત્યારે જાહેર ટિપ્પણીઓ અથવા likes ઓફર કરતું નથી.

    • જાહેર જૂથોની ભલામણ કરતું નથી, જે અનિષ્ટ રીતે નુકસાનકારક વર્તણૂકનો સામનો કરવાના જોખમને ઘટાડે છે.

    • જાહેર મિત્ર યાદીઓ ઓફર કરતું નથી.

  • સામગ્રીની મજબૂત સ્થિતિ. Snapchat પર શું પોસ્ટ કરી શકાશે અથવા વધારી શકાશે, તે વિષે અમારા નિયમો કડક છે. ઉદાહરણ તરીકે. સ્પૉટલાઇટ પર સામગ્રી વિશાળ દર્શકો સુધી પહોંચે એ પહેલાં, તે માનવ અને સ્વયંસંચાલિત સમીક્ષા દ્વારા પસાર થાય છે. અમે એપ પર લાઇવ સ્ટ્રીમિંગ ઓફર કરતાં નથી, અને અમે ગેરકાનૂની માહિતી અથવા નુકસાનકારક સામગ્રીના પ્રસારને ટેકો આપવા માટે અમારા અલ્ગોરિધમમાં પ્રોગ્રામ કરતાં નથી. કિશોરોને અયોગ્ય સાર્વજનિક વિષયવસ્તુ સંપર્કમાં આવતા રોકવામાં મદદ કરે છે:

    • અમારી નીતિઓનું ઉલ્લંઘન કરતી સામગ્રી દૂર કરે છે. 

    • કિશોરો માટે સૂચનાત્મક અને સંવેદનશીલ સામગ્રી અલગ તારવે છે. 

    • પરિવાર કેન્દ્ર સાધન વડે માતા-પિતા તેમના કિશોરો માટે પણ કડક સામગ્રી નિયંત્રણો સેટ કરવાની પરવાનગી આપે છે.

  • સ્નેપચેટરને મદદ કરવા જલ્દી પગલાં લે છે. અમે સરળ સાધનો ઓફર કરીએ છીએ જે કોઈપણ Snapchatter ને અન્ય ખાતાને તુરંત સંપર્ક તોડવા માટે જાણ કરે કે અમારા માટે ચિંતાજનક સામગ્રી અથવા અમને લગતું હોય. અમારી પાસે વિશ્વ સ્તરે ટિમ છે જે અમને મળતા દરેક રિપોર્ટની તપાસ કરે છે અને ઝડપી કાર્યવાહી કરે છે. ઉપરાંત, તે જાણવાનું મહત્વપૂર્ણ છે કે:

    • જેમ Snapchat પર વાતચીત આપોઆપ દૂર કરતા હોય, છતાં અમે હંમેશાં ડેટા જાળવી રાખી મદદ મેળવી અને કાયદાના અમલીકરણ તપાસને ટેકો આપીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે ગેરકાયદેસર વર્તણૂક સાથે સંકળાયેલી સામગ્રી દૂર કરીએ છીએ, ત્યારે અમે તેને વિસ્તૃત સમયગાળા માટે જાળવી રાખીએ છીએ.

    • જાણ કરવાનું મહત્વપૂર્ણ છે – તે અમને સામગ્રી સંબંધિત તપાસ ઝડપી કરવાની પરવાનગી આપે છે. જો અમને જણાય કે તે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરે છે, તો અમે તેને દૂર કરીએ છીએ. તમને અમને રિપોર્ટ મોકલવા માટે Snapchat અકાઉન્ટ હોવું જરૂરી નથી — અમે માતપિતા સહિત કોઈ પણ વાપરી શકે એવા ઓનલાઈન સાધનો ઓફર કરીએ છીએ. 

    • એવા કિસ્સાઓમાં કે જ્યાં વ્યક્તિના જીવન જોખમમાં હોઈ કાયદાના અમલ માટે સક્રિયપણે અમે ઘટનાની પૂછપરછ કરીએ છીએ.  

  • માતા-પિતા માટે સાધનો અને સંસાધનો. Snapchat જેમ વાસ્તવિક-વિશ્વ માનવ વર્તણૂકને ટેકો આપવા માટે રચાયેલ હતું, એ રીતે અમે માતા-પિતા માટે ઇન-એપ્લિકેશન સાધનો ઓફર કરીએ છીએ જે વાસ્તવિક જીવનમાં માતા-પિતા સલામતી વિશે વાતચીત કરે છે. પરિવાર કેન્દ્ર માતા-પિતા માટે પરવાનગી આપે છે:

    • જુઓ તેમના કિશોરોની મિત્રતા કોની સાથે છે અને તેઓ કેટલી વખત વાત કરી રહ્યા છે, પરંતુ તેમની ખરેખર વાતચીતના સંદેશાઓ નથી જોઈ શકતા.

    • અન્ય Snapchatter ની જાણ કરો, તેઓ આ સાધનો દ્વારા સીધા ચિંતિત હોઈ શકે છે.

    • તેમના કિશોરોની પ્રાઇવસી અને સુરક્ષા સેટિંગ જુઓ. 


આપણે બધા અત્યારે ઑનલાઇન જીવનનો મહત્વપૂર્ણ ભાગ જીવી રહ્યા છીએ અને અમે કિશોરો અને માતા-પિતા બંનેને ઑનલાઇન જોખમો વિશે જાગૃત કરવા ઇચ્છીએ છીએ અને તેમની સાથે વ્યવહાર કરવા માટે તૈયાર કરીએ છીએ. અહીં અમારૂ કાર્ય ક્યારેય પૂર્ણ થતું નથી અને અમે ઘણાં નિષ્ણાતો, સુરક્ષા જૂથો અને માતા-પિતાના આભારી છીએ જે અમારી સુરક્ષા, સાધનો અને સંસાધનોને જાણ કરવાનું ચાલુ રાખે છે.

સમાચાર પર પાછા